________________
[ ૩૯૯ ]
શ્રી કપૂરવિજયજી સરખી રીતે સારું દેખી શકે છે, જેને જમણું કે ડાબી એક જ આંખ સારી હોય તે તે વડે જ તેટલું જ દેખી શકે છે. એમ વિવિધ રીતે ઉક્ત દષ્ટાંતને જ્ઞાન અને ક્રિયાના ઉપગમાં સારી રીતે ઘટાવવું એટલે જેને જેટલે નિશ્ચય અને વ્યવહારને સાપેક્ષસારો બોધ થયેલ હોય તે તેના પ્રમાણમાં તેટલી જ જ્ઞાન અને ક્રિયા પ્રત્યે રુચિ-પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ કરી લાભ મેળવી શકે છે. જેને એક જ ચક્ષુ સારી હોય તે તેનાવડે જ સારો લાભ લઈ શકે છે, પણ તેથી ઈતર [ બીજી ] ચક્ષુ પ્રત્યે કે તે બીજી ચક્ષુથી લઈ શકાતા લાભ પ્રત્યે તેને તિરસ્કાર હો. ઘટતા નથી. તેમ સ્વપશમ અનુસાર નિશ્ચયદષ્ટિવાળો જન અધિક જ્ઞાનરુચિ હવે ઘટે છે અને વ્યવહારદષ્ટિવાળો જન અધિક ક્રિયારુચિ હોવો ઘટે છે, પરંતુ તેમાંનાં કઈને એક બીજા તરફ તિરસ્કાર બુદ્ધિ લાવવી તે તે અજ્ઞાનતાનું કે જ્ઞાનના વિપરીત પરિણામનું જ ફળ જણાય છે. સમભાવી સાધ્ય દષ્ટિવંતને જ્ઞાનનું વિપરિણમન સંભવતું જ નથી તેથી તેને એક બીજા તરફ તિરસકાર બુદ્ધિ શા માટે થાય? ન જ થાય. તેને તે સગુણ અને સગુણ પ્રત્યે અકૃત્રિમ પ્રેમ જ હેવો ઘટે છે. સદભાવનામય આદર્શ, જે પિતાની સમીપે સ્થાપી રાખી સ્વસ્વરૂપમણુતા કરવા જ પ્રયત્ન કર્યા કરે છે, તે અંતે અવશ્ય વિજય પામે છે, એ નિસંદેહ વાત છે. સદ્ગણ કે સદ્દગુણ પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર કરે તે પોતાની સામે અતિ સમીપમાં રહેલા સદ્દભાવનામય આદર્શને લાત મારી ભાંગી નાખવા જેવું કામ છે. એવું અતિ અનુચિત કામ કરનાર કદાપિ આત્મઉન્નતિ સાધી શક્તા નથી. પરંતુ તેને સ્વસ્થાનભ્રષ્ટ થઈ નીચે ગબડી પડવાને પગલે પગલે ભય છે.