________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૯૫] પ્રકારની કરણું કરવાની ખાસ જરૂર છે એમ સહેતુક વિચારી, નિરધારી તે પ્રમાણે ઉચિત કરણી કામનારહિતપણે કરી, અનાદિ કર્મઉપાધિથી મુક્ત થઈ શુદ્ધ-બુદ્ધ થઈ શકે છે. એમાં કશે વિરોધ જણાતો નથી. ઉપરના લેકમાં જ્ઞાન અને ક્રિયાનું આસેવન કરતાં અધિકાર પરત્વે તે દરેકની સાધન તરીકે મુખ્યતા જણાવી તે ઉભયનો સમાવેશ એટલે જ્ઞાનક્રિયા ઉભયનું સમભાવે સેવન કયારે થઈ શકે તે શાસ્ત્રકાર આગળના લેકમાં જણાવે છે –
નિશ્ચય અને વ્યવહાર ઉભય નયનું જ્ઞાન સાપેક્ષપણે સરખી રીતે થતાં બંને દષ્ટિનું એકીસાથે જ સરખું ઉમીલન [ ઉદુઘાટન ] એટલે ઉઘડવું જ્યારે થાય છે ત્યારે જ્ઞાન અને ક્રિયા ઉભયને સાથે જ સમાવેશ થાય છે. મતલબ કે સર્વદેશિત ઉભય નયનું સાપેક્ષપણું યથાર્થ સમજાતાં, તેમને પરસ્પર સંબંધ યથાર્થ લક્ષમાં આવતાં તેમનું સમતોલપણું સારી રીતે સમજાય છે ત્યારે બંને દષ્ટિને એકીસાથે સરખે વિકાસ ( ઉદ્દઘાટ) થવાથી જ્ઞાન અને ક્રિયા ઉભયને સરખી રીતે ન્યૂનાધિક રહિત સેવી શકાય છે. તે વગર ભૂમિકાભેદથી તે એક એકનીજ્ઞાનક્રિયાની અત્ર મુખ્યતા સંભવે છે. જેને જ્ઞાનનો એટલે ક્ષપશમ થાય છે તેને તે પ્રમાણે તે તે દષ્ટિને તેટલે તેટલે વિકાસ થયેલ હોવાથી સ્વઅધિકાર (ગ્યતા) અનુસારે અનુકૂળ સાધનમાં રુચિ-પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ થઈ શકે છે અને તેમાં યથાગ્ય લાભ મળી શકે છે. દષ્ટાંત તરીકે જેને ચક્ષુદર્શનવરણ કર્મને જેટલે પશમ થાય છે તેવી ચક્ષુવડે તેટલું દેખી શકે છે, જેને બંને ચક્ષુ સારાં સ્વચ્છ હોય છે તે બંનેથી,