________________
[૩૯૪]
શ્રી કરવિજયજી મહાત્માના અનુગ્રહવડે આત્મામાં સત્ય જ્ઞાનદીપક પ્રગટતાં પિતાને પોતાના શુદ્ધ સ્વરૂપનું સ્વત: ભાન થાય છે એટલે તત્કાળ તેને તવશ્રદ્ધા યા તરવપ્રતીતિ પ્રગટે છે. તેથી જ્ઞાની પુરુષ સ્વપરની યથાર્થ વહેંચણ કરી આત્માને કર્મમળથી મુક્ત કરવા પ્રયત્ન સેવે છે. તેમાં જે અધિક જ્ઞાનરુચિ હોય છે તે તીણ તત્ત્વદષ્ટિવડે શુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મયતા પામતે કીટભ્રમરીના ન્યાયે કર્મઉપાધિથી મુક્ત થઈ શુદ્ધબુદ્ધ થઈ જાય છે ત્યારે જે અધિક ક્રિયારુચિ હોય છે તે પણ સમજ્ઞાનની સહાયથી પિતાની અનાદિ મલિન વાસનાઓ નષ્ટ થાય તેવું પવિત્ર લક્ષ રાખી, સ્વશક્તિ અને અધિકાર અનુસાર ઉચિત કરણું નિષ્કામપણે કરતો છતો કર્મ ઉપાધિથી મુક્ત થઈ અનુક્રમે શુદ્ધ બુદ્ધ થઈ શકે છે. સમ્યગજ્ઞાનરુચિ અને ક્રિયારુચિ ઉભયને સાધ્ય એ જ હોય છે કે પિતાનું આત્મસ્વરૂપ શુદ્ધ સ્ફટિક જેવું નિર્મળ સાક્ષાત્ અનુભવવું. તેનાં સાધન તરીકે જ્ઞાનરુચિ જીવ જ્ઞાનને અધિક આક્ષેપ રાખે છે ત્યારે ક્રિયારુચિ ક્રિયાને અધિક આક્ષેપ (અભ્યાસ) રાખે છે. સમભાવથી સ્વાનુકૂળ સાધન વડે ઉભય આત્મશુદ્ધિ કરી શકે છે. સમભાવથી એટલે જ્ઞાનીને ક્રિયાનો તિરસ્કાર હેતું નથી અને ક્રિયાવંતને જ્ઞાન પ્રત્યે તિરસ્કાર હેતે નથી પરંતુ પ્રત્યેકને સદગુણ પ્રત્યે અકૃત્રિમ પ્રેમભાવ બ બ રહે છે. તેથી તે ઉભયનું સ્વાનુકૂળ સાધનયોગે અવશ્ય કલ્યાણ થાય છે એટલે કે જ્ઞાની અલિપ્ત દષ્ટિથી એટલે નિ:સંગવૃત્તિથી સ્વસ્વરૂપ રમણતા પામી શુદ્ધ થાય છે અને ક્રિયાવંત પણ લિત દષ્ટિથી એટલે આત્માની સાથે લાગેલાં અનાદિ કર્મ. આવરણને ખસેડવા માટે સ્વશક્તિ-અધિકાર પ્રમાણે અમુક