________________
લેખ સંગ્રહ : ૬ :
" [૩૦] નિરાળા રહી શકે છે એ કંઈ ઓછી વાત નથી. જ્ઞાનની ખરી કસોટી એમાં જ છે. અજ્ઞાની છે તે દરેક પ્રસંગે અહંતા અને મમતાથી જ દુઃખી થાય છે. જ્ઞાની પુરુષથી અજ્ઞાની જીવની માન્યતા વિપરીત જ સંભવે છે, તેથી તેને પગલે પગલે કર્મબંધન થાય છે, રાગદ્વેષાદિકથી પાવું પડે છે અને દેષની બહુલતાથી સંસારચક્રમાં અત્યંત દુઃખ સહેવું પડે છે. જ્ઞાની વિવેકીને નિર્લેપ દશાથી કશું દુ:ખ સહેવું પડતું નથી ફલિતાર્થ એ છે કે મિથ્યા અહંતા અને મમતાને લીધે અજ્ઞાની જીવ ગમે તેવી કષ્ટ કરશું કરે તો પણ કર્મમળથી લેપાઈ દુ:ખી થાય છે અને જ્ઞાની-વિવેકી તે જ દુઃખના બીજ જેવી અહંતા અને મમતાને છેદી નિલેપ રહી સુખી થાય છે. હવે આત્મા કેમ લિસ તેમજ કેમ અલિપ્ત જણાય છે? અને તેની શુદ્ધિ
શી રીતે સંભવે છે ? તેને ખુલાસો શાસ્ત્રકાર કરે છે. ૫ - નિશ્ચય દષ્ટિથી જોતાં આત્મા અલિપ્ત જણાય છે. સત્તાગત આત્માનું સ્વરૂપ સિદ્ધ પરમાત્મા જેવું નિર્મળ જ છે, પરંતુ વ્યવહાર નથી તેની વર્તમાન સ્થિતિ વિચારતાં આત્મા લિસ રાગદ્વેષાદિક કર્મમળથી લેપાયેલે દેખાય છે. નિશ્ચય નયથી જોતાં આત્મા સ્ફટિક રત્ન જે નિર્મળ જણાય છે, અને વ્યવહાર નથી જોતાં સ્ફટિક રત્ન ઉપર પુષ્પાદિ મૂકવાથી જેવી વિકૃતિ જણાય તેવી વિકૃતિ-વિકારવાળે જણાય છે. મતલબ કે અનાદિ કર્મસંગથી પુણ્ય પાપના સંચયવડે રાગદ્વેષ પરિણામને આત્માનું શુદ્ધ સ્ફટિક રન સમાન સત્તાગત નિર્મળ સ્વરૂપ ઢંકાઈ ગયેલું હોવાથી અજ્ઞ જીવને પિતાના શુદ્ધ સ્વરૂપનું સભ્યજ્ઞાન વગર એકાએક ભાન થઈ શકતું નથી, પરંતુ સતત અભ્યાસવડે અથવા કોઈ જ્ઞાનસિદ્ધ