________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૮૭ ] અમૃતમય શાંત તત્ત્વથી ભરેલાં હાય છે કે તેથી તેમના આત્મામાં અખંડ શીતળતા વ્યાપી રહે છે. એટલું જ નહિં પણ ત્રિભુવનવતી જનેાને પણ તે અનેક રીતે ઉપકારક નીવડે છે. મતલબ કે જે મહાનુભાવેાને સ્વરૂપરમણુતા જાગી છે, ઉત્તમ ચારિત્રમાં જ લય લાગી છે, જેમાં લેશ માત્ર પરભાવને સંચાર સભવતા નથી તેવા યેથી મહાત્માએ જે આત્મશાન્તિ અનુભવે છે તે તેઓ સ્વયં જ કે સર્વજ્ઞ જ જાણી શકે છે. ૭
હવે આત્મારામી અને પુદ્ગલાનીના સુખમાં કેટલું તારતમ્ય છે તે શાસ્ત્રકાર દષ્ટાંતદ્વારા સિદ્ધ કરી બતાવે છે. ગમે તે દેવ, દાનવ કે ઇન્દ્ર તેમજ રાજા, મહારાજા કે ચક્રવતી જે વિષયસુખના આશી છે, પુદ્ગલમાં આનંદ માનનાર છે તે ભલે બાહ્ય દેખાવ માત્રથી પુદ્ગલના ચય-ઉપચયથી સુખી જણાતા હોય તે પણ વસ્તુગતે તેએ સુખી નથી જ પણ દુ:ખી છે. જ્ઞાની પુરુષા પરિણામદી હાય છે, તેથી જે કલ્પિત સુખના અંતે દુ:ખ જ રહેલું હાય તેને તે સુખ લેખતા નથી પણ દુ:ખ જ લેખે છે. એ નિયમ અનુસારે પ્રબળ વિષયવાસનાથી ભરેલા ઇંદ્રાદ્ઘિક સઘળા દુઃખી જ છે; સુખી નથી જ. કહ્યું છે કે “ વિષયભેગ ભેાગવતાં મીઠાં મધુર લાગે છે પરંતુ પરિણામે કંપાકના ફળની પેરે, ખરજ ખણવાની પેરે, તેમજ મધ્યાહ્ન સમયે દેખાતા ઝાંઝવાના જળની પેરે સતત સુખની બ્રાન્તિવડે દુ:ખદાયી નીવડે છે; કેમ કે રાગાંધપણે કામવિકારને સેવન કરતાં મડામાઠી ગતિમાં અનેક વાર જન્મમરણનાં દુ:ખ સહેવાં પડે છે. તેથી વિષયભાગ જ પ્રાણીઓના કટ્ટા દુશ્મન છે. ” આવા હિસાબે ઇંદ્ર સરખા પણુ સુખી નથી પણુ દુ:ખી જ છે.