________________
[૩૮૮]
શ્રી કપૂરવિજયજી ત્યારે જગતમાં સુખી કોણ છે? તે પ્રશ્ન થતાં તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે કે સર્વજ્ઞ સર્વદશીની અથવા તત્વજ્ઞાની પુરુષની નજરમાં મુનિ મહાત્મા જ ખરા સુખી છે, કેમ કે તેઓ રાજહંસની પેઠે કેવળ જ્ઞાનામૃતમાં જ સંતુષ્ટ રહી સકળ વિષયવિકારને સર્વથા ત્યાગ કરે છે. તેઓ વિષયરોગમાં રંગાતા નથી એટલે વિષયપાશમાં પડતા નથી, પણ સદાય સાવધાનપણે શુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમણતા કરે છે. તેઓ વિવિધ પ્રકારે તપ સંયમથી આમદમન કરે છે. એટલે સંયમવડે અભિનવ કર્મ( આશ્રવ)ને આવતાં અટકાવે છે અને અદભુત ક્ષમાયુક્ત તપસ્યાવડે બહુ પ્રકારે કર્મની નિર્જરા (ક્ષય) કરે છે. એવી રીતે અનુક્રમે સમસ્ત કર્મને સર્વથા અંત કરી તે મહાશય મુનિ મેક્ષરૂપ પરમ નિરુપાધિક પરમાત્મપદને પ્રાપ્ત થાય છે, એવી સન્મતિ સહુ કોઈ ભવ્ય આત્માઓને જાગે. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૭, પૃ. ૧૬૧]
(૨૨) નિર્દેપાછા. વિવેચન-સમતા સહિત સમ્યજ્ઞાન અને ક્રિયાનું સેવન કરવાથી જેને ખરી સંતોષવૃત્તિ જાગી હોય તેવા મુનિમહાત્મા જ સર્વ સંસારબંધનથી ન્યારા રહી શકે છે. એવા મુનિવર નિર્લેપ ગણાય છે કે જે રાગ, દ્વેષ, મહાદિકને પિતાના આત્માને લેપ લાગવા દેતા નથી; અથવા જે રાગદ્વેષાદિક સંસારબંધનથી ન્યારા–નિલેપ રહે છે અથવા નિલેપ રહેવા પૂરતો પ્રયત્ન કરે છે તે જ ખરા નિગ્રંથ મુનિવર મોક્ષપદના અધિકારી બને છે.