________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૮૫ ] શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા મેંગે યેગીન્દ્ર પુરુષોને જેવું અતીન્દ્રિય અનુપમ સુખ સંભવે છે તેવું સુખ વિધવિધ જાતિના ભેજન જમવાથી કે વિશાળ રાજ્યસમૃદ્ધિ ભેગવવા માત્રથી કદાપિ સંભવતું નથી, કેમ કે ભેજનાદિકવડે થતું સુખ ક્ષણિક અને નિઃસાર છે જ્યારે સ્વસ્વરૂપરમતાજન્ય : સુખ વચનથી વર્ણવી ન શકાય તેવું શુદ્ધ, સ્વાભાવિક, અનુભવગમ્ય, અક્ષય અને નિરુપાધિક છે. જેમ અગ્નિમાં ઘી વિગેરેની આહુતિ કરવાથી અગ્નિ અધિક પ્રદીપ્ત થતો જાય છે તેમ ખાનપાનાદિક પુદગલને જરૂર વગર પ્રમાણુરહિત પરિચય કરવાથી વિષયતાપની વૃદ્ધિ જ થાય છે. તેવા વિષયતાપને શાંત કરવાને ખરો ઉપાય સંતોષરૂપ અમૃતની વૃષ્ટિ જ છે. ઉક્ત સંતેષરૂપ સદુપાયને અનાદર કરી મુગ્ધ–અજ્ઞાની જી વિષયતાપને શાંત કરવા માટે વિષયરસનું જ સેવન કરે છે તેથી તે બાપડા શાન્તિ મેળવવાને બદલે કેવળ અશાન્તિ–સંતાપ જ મેળવે છે. પગલિક સુખના આશી જને પ્રાપ્ત વિષયસામગ્રીને વિરહ ન થાય તે માટે અથવા નહિ પ્રાપ્ત થયેલી એવી વિષયસામગ્રી પિતાને પ્રાપ્ત થાય તે માટે અહોનિશ ચિંતારૂપી લતી ચિતામાં બન્યા જ કરે છે, તેથી તેમને ક્ષણભર પણ સાચી શાન્તિ મળતી નથી. તેમાંનાં કઈ કઈ પ્રકારની તે કોઈ કોઈ પ્રકારની ચિંતારૂપ અગ્નિમાં દગ્ધ થયેલા હોય છે. એ વાત સહુ કોઈને સુવિદિત છે. મોજે રોજમર્શી. એ વચન પ્રમાણે વિષયાતુરને પગલે પગલે ભય રહેલો છે. ઉક્ત સર્વ પ્રકારની ચિંતા અથવા ભયથી રહિત કેવળ શુદ્ધ સ્વરૂપ રમણશુદ્ધ આત્મસ્વરૂપમાં જ રમણ કરનાર મુનિ મહાત્મા જ હોઈ
૨૫