________________
[૩૮૪]
શ્રી કરવિજયજી ખાનપાન, ઔષધ, ઉપચાર, વસ્ત્ર, આભૂષણ વિગેરે અનુકૂળ પિદુગલિક વસ્તુઓ વડે દેહ પોષાય છે અને શાતા પામે છે, કેમ કે ખાનપાન ઔષધાદિક તેમ જ દેહ એ સર્વ સમાન ધર્મ વાળા(સરખા સ્વભાવવાળા)પુદ્ગલે છે. જેમ સમ સ્વભાવની પરસ્પર ગોષ્ઠી સુખકારી નીવડે છે તેમ ખાનપાનાદિક પુદ્ગલથી દેહ-પુદ્ગલને સુખ મળે છે. પરંતુ આત્માને સુખ તે દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક નિજ સ્વાભાવિક ગુણના પરિચયથી જ સંભવે છે, કેમ કે જેમ રત્નની તિ રત્નમાં અભેદભાવે રહે છે અને તેને શોભાવે છે, તેમ દર્શને જ્ઞાનાદિક ગુણે આત્મદ્રવ્યમાં અભેદભાવે રહે છે અને આત્માને સુખરૂપ થાય છે. તેથી જ સદ્વિવેકી સજજને પરપગલિક પ્રીતિ તજીને નિજ ગુણઅભ્યાસમાં જ પ્રીતિ જોડે છે અને ગ્ય અધિકારી જનેને તે જ સદુપદેશ આપે છે. પરપગલિક વસ્તુમાં તેઓ કદાપિ રતિ ધરતા નથી. શ્રીમાન ગ્રંથકારે જ સમાધિતંત્રમાં જણાવ્યું છે કે
“રાચે સાચે ધ્યાનમેં, જાચે વિષય ન કેય;
નાચે માચે મુગતિ રસ, આતમજ્ઞાની સેય” મતલબ કે જેના ઘટમાં તત્વજ્ઞાનરૂપ દિવ્ય દીપક પ્રગટ્યો છે તે સધ્યાનમાં જ મગ્ન રહે છે, તેમાં જ રુચિ-પ્રીતિ ધારે છે. કોઈ પણ પ્રકારના વિષયસુખની કામના કરતા નથી. સમસ્ત વિષયવિકારથી રહિત બની કેવળ શાંતસુધારસનું જ પાન કરે છે. તે જ ખરે આત્મજ્ઞાની પુરુષ મેક્ષનો અધિકારી હોઈ શકે છે. તેવા આત્મજ્ઞાની મહાપુરુષે અંતરમાં જે સુખસમાધિને અનુભવ કરે છે તેને શુષ્ક જ્ઞાની અથવા અજ્ઞાની જીવેને સ્વપ્નમાં પણ ખ્યાલ આવી શક્યું નથી, એમ શાસ્ત્રકાર જણાવે છે. પ.