________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૮૩] માની લીધેલું સુખ કેવળ કૃત્રિમ, ક્ષણિક અને અસાર હોવાથી તે સ્વમવત્ મિથ્યા ભ્રાંતિરૂપ છે, કેમ કે તેવા કલ્પિત સુખથી તેમને કદાપિ સંતોષવૃત્તિ પ્રાપ્ત થતી નથી, પરંતુ તેથી તૃણું ઊલટી વધતી જાય છે, જેથી આત્મામાં કયારે પણ સત્ય શાંતિને અનુભવ થઈ શકતું નથી પણ અશાંતિનો યા દુ:ખને જ કડવો અનુભવ કરવો પડે છે. આવો કડવો અનુભવ જ્ઞાનીવિવેકને કરવો પડતો નથી, કેમ કે તે બ્રાન્તિ રહિત હોય છે. જેમ ભ્રાન્તિ રહિત માણસ સત્ય માર્ગને નિરધાર કરી, સત્ય માગે જ ચાલી ઈષ્ટ સ્થાને પહોંચી શકે છે તેમ ભ્રાન્તિવાળે અજ્ઞાની જીવ પહોંચી શકતો નથી. ભ્રાંતિવંત છેટી વસ્તુને સાચી માની લઈ તે લેવા પ્રયત્ન કરતાં તેમાં ફસાઈને દુઃખી થાય છે તેમ ભ્રાન્તિ રહિત જ્ઞાની–વિવેકી દુઃખી થતું નથી, કેમ કે તેને પ્રયત્ન તો ભ્રાંતિ રહિત સત્ય જ્ઞાન અને શ્રદ્ધાના આધારે જ થતો હોવાથી તેને અમેઘ સત્ય ફળ જ પ્રગટે છે, જેથી આત્માને એકાંત સુખશાંતિરૂપ લાભ જ સંભવે છે. વળી જ્ઞાની-વિવેકી બ્રાંતિ રહિતપણે સત્ય દિશામાં પ્રવતી જેમ જેમ સત્ય સ્વાભાવિક સુખશાંતિ મેળવતો જાય છે તેમ તેમ અધિકાધિક વર્ષોલ્લાસ વધવાથી સત્ય દિશામાં ઉત્સાહભેર પિતાને પ્રયત્ન વધારતો જાય છે અને અધિકાધિક શાન્તિને અનુભવતો જાય છે. એ સર્વ પરપિગલિક તૃષ્ણા તજી સત્ય સ્વાભાવિક સંતોષવૃત્તિ સેવવાનું જ પરિણામ હોવાથી સુજ્ઞ જનેએ સત્ય સુખની પ્રાપ્તિ માટે તે જ સદા ય સેવવા યેગ્ય છે અને પરપિગલિક તૃષ્ણા તજવા ગ્ય છે, કેમ કે તે ઉભય પરસ્પર વિરોધી જ છે. એ વાત શાસકાર યુક્તિપુરસ્સર જણાવી સત્ય દિશા જ આદરવા ફરમાવે છે. ૪.