________________
[૩૮૨]
શ્રી કપૂરવિજયજી ન શકાય તેવું) સ્વાભાવિક સુખ પ્રગટે છે. તેવું અનુપમ સુખ ચક્રવત્તી કે ઇંદ્ર પણ વિષયસુખના આશી હોવાથી પામી શકતા નથી. જેઓ સકળ ઇન્દ્રિયના વિષય ઉપર પૂરતો નિગ્રહ કરે છે એટલે સહેજે પ્રાપ્ત થયેલા એવા વિષયેમાં પણ લોલુપતા ધારતા નથી તેમ જ અપ્રાપ્ત વિષયેની ઈચ્છા પણ કરતા નથી એવા મહાનુભાવ પુરુષો જ તેવા શાન્તરસને લાભ લઈ શકે છે. વિષયસુખના રસિયા લોકો અનેક વખત વિવિધ વિષયસુખ ભેગવે પરંતુ તેમને તેથી તૃપ્તિ તો થતી નથી, પરંતુ તેની તૃષ્ણા અધિકાધિક વધતી જ જાય છે. જેમ ઇંધનને આગ વધતી જાય છે પણ શાંત થતી નથી તેમ વિષયસુખ આશ્રી સમજવું. એ વાત સાક્ષાત્ અનુભવવામાં આવી શકે એવી હોવાથી તેને માટે વધારે દwતેની જરૂર નથી. ખાનપાનનો રસિયો માણસ પરસ ભેજન કરે તે પણ તેની ઈચ્છા પૂરાતી નથી પરંતુ તેને પુનઃ પુનઃ અધિકાધિક ઈચ્છા જાગે છે તેથી સંતોષ વૃત્તિમાં જ સુખ છે એમ સિદ્ધ થાય છે. અને પૂર્વોક્ત શાંતસુધારસનું જે અહોનિશ પાન કર્યા કરે છે તેને એવી તે ઉત્તમોત્તમ શાંતિ આત્મામાં વ્યાપે છે કે તેથી તેને નિરુપાધિક અને નિર્દુ એવું શ્રેષ્ઠ સ્વાભાવિક સુખ સહેજે પ્રાપ્ત થાય છે.
મતલબ એ છે કે સુખના અથી સહુ સરખા હોવા છતાં જ્ઞાની-વિવેકી પુરુષ સત્ય સ્વાભાવિક સુખને ખરે માર્ગ આદરી ખરી શાંતિ અનુભવે છે, ત્યારે અજ્ઞાની-અવિવેકી જીવ ઊલટા માર્ગે ચઢી પરિણામે પરિતાપને જ પામે છે. એ જ વાતનું આગળના લેકમાં શાસ્ત્રકાર સમર્થન કરે છે. ૩.
આખી દુનિયામાં છએ મોહ, મમતા અને અજ્ઞાનવશ