________________
ની રહે તેલહણિક
લેખ સંગ્રહ : ૬ :
[૩૮૧] ખાતર શાશ્વત અને સ્વાભાવિક નિરુપાધિક સુખ મેળવવાની ખરી તક ચૂકી જાય છે. જ્ઞાની-વિવેકી એવી ખરી તક ચૂકી જતા નથી. તેઓ તે સમજે છે કે આ દુર્લભ મનુષ્ય જન્મ વિગેરે સામગ્રી વગર કદાપિ કોઈને પવિત્ર રત્નત્રયીની પ્રાપ્તિ થતી નથી અને તે પવિત્ર રત્નત્રયીના આરાધન વગર અક્ષય અબાધિત શિવસુખ પ્રાપ્ત થતું નથી તેથી પ્રબળ પુન્યને પ્રાપ્ત થયેલી આ સોનેરી તકને સદુઉપયોગ કરવામાં તેઓ ગફલત કરતા નથી. તેઓ સ્વાનુભવથી જોઈ શકે છે કે સ્વાત્મગુણના ચિરપરિચયથી પ્રાપ્ત થતી શાંતિ અખંડ બની રહે તેવી હોવાથી આદરવા ગ્યા છે ત્યારે વિષયજન્ય સુખ કેવળ કલ્પિત, ક્ષણિક અને અસાર હોવાથી તજવા ગ્ય છે. આવી રીતે વિવેકથી વસ્તુસ્વરૂપને યથાર્થ જાણનાર જ્ઞાની પુરુષ જ વિષયસુખને વિષ તુલ્ય લેખી તજે છે અને નિજગુણઅભ્યાસને જ અમૃત તુલ્ય સમજી, સદા સેવી, પરમ શાંતિને સાક્ષાત્ અનુભવે છે. આવા જ્ઞાની-વિવેકી અમૃત તુલ્ય નિજ ગુણોને ભેગ તજ હલાહલ વિષ તુલ્ય વિષયરસમાં કેમ રા? અલબત્ત ન જ રાચે; કેમ કે આત્મગુણરમણતાથી કેવળ શાન્ત રસની જ પુષ્ટિ થાય છે અને વિષયસુખમાં રક્ત થવાથી ત્રિવિધ તાપની જ વૃદ્ધિ થાય છે. ૨.
હવે શાસ્ત્રકાર સર્વ રસાધિરાજ શાંતરસનું જ માહા જણાવે છે. દુનિઆમાં પ્રસિદ્ધ ગણાતા સકળ રસોમાં શાન્ત રસ જ સહુથી શ્રેષ્ઠ છે, કેમ કે કામ(વિષય)રસ, હાસ્યરસ, કરુણરસ વિગેરેથી ઇંદ્રિયદ્વારા ક્ષણિક સુખ મળે છે ત્યારે શાન્ત(પ્રથમ) રસથી અદભુત, અતીન્દ્રિય (ઇંદ્રિયદ્વારા અનુભવી
સ્વરૂપને યથા
અને