________________
[૩૮૦]
શ્રી કપૂરવિજયજી તેને લાભ લીધા કરે છે તે જ સાચા નિર્ગથ મુનિજનની ગણનામાં ગણાય છે. એવા ઉત્તમ મુનિજને જ ખરી તૃપ્તિસંતોષવૃત્તિને ધારણ કરનારા હોવાથી પરમ સુખી છે. તેમના સુખની આગળ દુનિયામાં ગણતું સમસ્ત સુખ કંઇ બિસાતમાં નથી. તેથી જ સત્ય ને સ્વાભાવિક સુખની ઈચ્છાવાળા જનોએ ઉપર જણાવેલી ઉત્તમ દિશામાં જ અધિક પ્રયત્ન સેવ જરૂર છે. એવા પ્રયત્નવડે જ જ્યારે ત્યારે ખરી શાંતિ પ્રગટવાની છે. તે વગરનાં બીજાં બધાં ફાંફાં જ છે. પરવતુમાં જીવને અનાદિ કાળથી લાગેલી પ્રીતિ તોડવી એ જ જ્ઞાનીનું ખરું કર્તવ્ય છે, કેમકે એમ કરવાથી જ આત્મા સ્વાભાવિક ગુણને અભ્યાસ કરી શકે છે. અને તેથી જ અનુક્રમે ખરી શાંતિ પ્રગટે છે એમ શાસ્ત્રકાર યુક્તિથી સમજાવે છે. ૧. - નિજગુણ-દર્શનજ્ઞાનચારિત્રાદિકના જ આસેવનથી ખરું સુખ પ્રગટે છે એ સર્વજ્ઞ સર્વદશી વીતરાગ પરમાત્માને સાક્ષાત્ અનુભવ છે, એ વાતની દઢ પ્રતીતિ થતાં અને આ પ્રગટ દેખાતું દુનિયાનું દશ્ય સુખ મૃગતૃષ્ણ સમાન અસાર છે એવું સચોટ ભાન થયે છતે સાચા પારમાર્થિક સુખના અથી ચક્રવર્તી જેવા પણ છ ખંડની અખંડ ઋદ્ધિ તૃણવત્ તજી દઈ, સચારિત્રરૂપ લક્ષમીને સ્વીકાર કરી પ્રમાદ રહિત તેનું પાલન કરે છે તે તે પવિત્ર રત્નત્રયીના પ્રભાવે સમસ્ત કલેશને અંત કરી, અખંડ અબાધિત શિવસુખ પામે છે, પરંતુ જે મેહ-અજ્ઞાનવશ થઈ પ્રાપ્ત થયેલાં વિષયસુખમાં મગ્ન થઈ જાય છે અથવા નહિં પ્રાપ્ત થયેલાં અભિનવ વિષયસુખની વાંછા કરે છે તે બાપડા ક્ષણિક અને કલિપત અસાર સુખની