________________
લેખ સંગ્રહ : ૬
[૩૭૯] તેડી આત્મસ્વરૂપમાં જ તેવી અનંતી પ્રીતિ જોડવા ભગીરથ પ્રયત્ન કરવો જરૂરી છે. પરપ્રીતિ વધી પડવાથી જીવ સ્વસ્વરૂપ પ્રત્યે લક્ષ દઈ શકતો નથી. તેથી સ્વરૂપકામી સજજનોએ પરવસ્તુ પ્રત્યે વધી પડેલી મિથ્યા પ્રીતિ નિવારવા પરમાત્મ સ્વરૂપનું વારંવાર સ્મરણ મનન કરવાની આવશ્યકતા છે. કહ્યું છે કે –
પ્રીતિ અનતી પરથકી, જે તે હે તે જે એહ; પરમપુરુષથી રાગતા, એકવતા હે દાખી ગુણગેહ.
મતલબ કે ખોટી તૃષ્ણાને તજી, ખરી તૃપ્તિ સંતોષવૃત્તિ ધારવાથી જ સ્વશ્રેય સધાય તેમ છે તેથી જ શાસ્ત્રકાર સંતેષવૃત્તિ ધારણ કરવા ઉપદિશે છે. તે ખરી તૃપ્તિ ધારણ કરી કયારે કહેવાય? તેને હવે ગ્રંથકાર ખુલાસો કરે છે.
અનુપમ અમૃત કે રસાયણ જેવું તત્વજ્ઞાન-આત્મજ્ઞાન જે અહોનિશ આસ્વાદ્યા કરે છે, તેથી જેને પરપદુગલિક પ્રીતિ છૂટી ગઈ છે અને તત્ત્વરુચિ અત્યંત જાગૃત થઈ છે જેથી શાસ્ત્રોક્ત સક્રિયા કરવારૂપ કલપવૃક્ષનાં ઉત્તમ ફળ જ આરોગ્યા કરે છે તેમ જ તેના પ્રભાવથી રાગ દ્વેષ-કષાયરૂપ અંતરના દુષ્ટ વિકારે જેના નષ્ટ થઈ ગયા છે એટલે જે સમતારૂપ અદ્દભુત તંબેળનું આસ્વાદન કરે છે તે મહાનુભાવ મુનિવર જ પરમ તૃપ્તિને પ્રાપ્ત થાય છે, કેમ કે અતિ અનુપમ આત્મજ્ઞાનરૂપ અમૃતપાન કર્યા વગર–ઉત્તમ કરણરૂપ દેવી ફળ ખાધા વગર તેમ જ રાગદ્વેષવજિત સમતારૂપ શ્રેષ્ઠ તાંબલનું સેવન કર્યા વગર ખરી તૃપ્તિ–ખરી શાંતિ (સુખસમાધિ) પ્રાપ્ત થવી મુશ્કેલ છે. જે મહાનુભાવ પુરુષે મહાભાગ્યયેશે તેવાં ઉત્તમ સાધનથી સંપન્ન થઈ પ્રમાદ રહિત