________________
[૩૭૮]
શ્રી કરવિજયજી મતિથી) ધર્મકરણ કરવાના અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે. તેથી જ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરે અષ્ટકમાં કહ્યું છે કે“ધિકારીવરાછા, ધર્મસાધનસંરિથતિઃ” પિતા પોતાના અધિકાર, અવિરતિ, દેશવિરતિ કે સર્વવિરતિને અનુસારે શાસ્ત્રમાં ધર્મકરણી કરવાની મર્યાદા બતાવેલી છે તે મુજબ જે ભવ્ય જન સદ્ગુરુ સમીપે પોતાના અધિકારને તેમ જ તદનુકૂળ કરણીને નિશ્ચય કરીને સ્વશક્તિ ગેપડ્યા વગર ઉલ્લસિત ભાવે ચપળતાદિક દેશે નિવારીને પ્રયત્ન કરે છે તે તથા પ્રકારના ઉત્તમ અભ્યાસના ગે અનુક્રમે આત્માના સહજ આનંદથી ઉભરાતા અસંગ ક્રિયાના અતિ અદ્દભુત લાભને પામે છે. તે મહિમા વીતરાગ પ્રભુની પવિત્ર આજ્ઞાને આગ્રહપૂર્વક અનુસરવાને છે, કેમ કે શાસ્ત્રોક્ત આચાર પાળનાર, જાણનાર, પ્રરૂપનાર અને શાસ્ત્રમાં જ દષ્ટિ સ્થાપી રાખનાર મહાપુરુષ અનુક્રમે પરમપદને પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૨૬, પૃ. ૩૭૦ ]
વિવેચન–ઉપરના અષ્ટકમાં જણાવ્યા મુજબ શ્રી વીતરાગ વચનાનુસારે લક્ષ્મપૂર્વક વર્તન કરતાં અનુક્રમે એવી અસંગવૃત્તિ પ્રગટે છે કે જેમાં અમંદ આનંદથી ભરપૂર સત્ય જ્ઞાન અને ક્રિયા એકતાને પામેલાં હોય છે. એમ કહેવાની મતલબ એવી છે કે અનહદ આનંદ પામવા તીવ્ર અભિલાષાવંતે પરપગલિક વસ્તુમાં અનાદિ કાળથી લાગેલી અનંતી પ્રીતિ