________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૭૭] માટે યશ, કીતિ કે પ્રતિષ્ઠાદિક નિમિત્તે કરવામાં આવે તે વિષક્રિયા કહેવાય છે. જે પરલોકના સુખને માટે એટલે દેવતાપ્રમુખની ઋદ્ધિ પામવા માટે ધર્મકરણ કરવામાં આવે તે ગરલ ક્યિા કહેવાય છે. જે કંઈપણ સમજણ વગર કેવળ સંમૂછમપ્રાય કરણી કરવામાં આવે તે અનનુષ્ઠાન કહેવાય છે. જે કરણના હેતુ પ્રજન પ્રમુખ સારી રીતે સમજીને સેવવામાં આવે તે તદ્દેત ક્રિયા કહેવાય છે અને તે તદ્ધતુ ક્રિયા ત્રિકરણ શુદ્ધિથી કરતાં જે અપૂર્વ શાંતિ-સ્થિરતા-પ્રસત્રતા પ્રગટે છે તે અમૃતક્રિયા કહેવાય છે. પ્રથમની ત્રણ ક્રિયાઓ સંસારમાં પરિભ્રમણ કરાવનારી છે જ્યારે પાછળની બે ક્રિયાઓ સ્વર્ગ અને મોક્ષરૂપ ઉત્તમ ફળ સમાપે છે, એમ સમજી પ્રથમની ત્રણ ક્રિયાને સર્વથા પરિહાર કરવાપૂર્વક પાછળની બે ક્રિયાને આદર કરવા સદા ય લક્ષ રાખવું ઘટે છે. શ્રી જિનવચનાનુસાર ઉપર મુજબ સ્વરૂપ સમજી જે અસતક્રિયાને ત્યાગ કરી સતક્રિયાને સાવધાનપણે સેવવા ઉજમાળ રહે છે તે સતત અભ્યાસના બળથી અનુક્રમે અસંગપણને પ્રાપ્ત થાય છે. પોતાને કરવા યોગ્ય કાય કંઈપણ પ્રયાસ કે વિકલ્પ વગર તે સહેજે સાધી શકે છે. રાગદ્વેષાદિક દષથી તે કયાંય પણ કિંચિત્ લેખાતે નથી, પરંતુ અત્યુત્તમ પુરુષાર્થ વડે તે રાગદ્વેષાદિક સમસ્ત વિકારેને નિમૅલ કરી શકે છે. તે મહાનુભાવ અસંગ ક્રિયાને જે અપૂર્વ લાભ પામે છે તે જ સહજ આનંદની છલકતી જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિ સમજવી. તેમાં સ્વાભાવિક આનંદની રેલછેલ થાય છે. તે અસંગક્રિયાને લાભ જિનેશ્વર પ્રભુના એકાંત હિતકારી વચનને અનુસરીને (નહીં કે આપ