________________
[ ૩૭૬ ].
શ્રી કરવિજયજી પ્રમાદ છે. તેનાથી મુમુક્ષુવગે સદા ય ચેતતા રહેવું જોઈએ. તે પ્રમાદપિશાચ છળ દેખીને સંયમી જનને પણ પરાભવ કરે છે તેથી ઉક્ત પ્રમાદપિશાચ છળવા સમર્થ ન થઈ શકે તેમ મુમુક્ષુ જનેએ સદા સાવધાન રહેવું. અન્યથા ખલના
ગે સંયમહાનિને પ્રસંગ પ્રાપ્ત થાય છે, તેથી સંયમની રક્ષા માટે તેમ જ તેની અભિવૃદ્ધિ માટે પ્રમાદ રહિત બની અપ્રમત્ત દશા ધારણ કરવી બહુ જરૂરની છે. જ્યાં સુધી સમસ્ત રાગદ્વેષાદિક દુષ્ટ દોષને સમૂળગો નાશ થઈ જાય અને પોતે ક્ષાયિક ભાવે એટલે સંપૂર્ણ રીતે વીતરાગતા પામે ત્યાં સુધી અપ્રમત્તપણે ચારિત્ર માત્રનું આરાધન કરવા મુમુક્ષુ વર્ષે ઉજમાળ રહેવું જોઈએ. ક્ષાયિક ચારિત્રવંત વીતરાગને પતિત થવાને ભય નથી. તેમનું સંચમસ્થાન એક સરખું જ બન્યું રહે છે. તેવી અચળ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધી તેવા જ પવિત્ર લક્ષથી સંયમમાર્ગમાં અડેલ વૃત્તિ સ્થાપી સ્વાત્મસાધન કર્યા કરવાની જરૂર છે. આવી અતિ ઉત્તમ કરણનું અંતિમ ફળ અતિ અદ્દભુત આનંદદાયી નીવડે છે, એમ શાસ્ત્રકાર જણાવે છે. ૭.
જે ભવ્યજને વીતરાગવચનાનુસાર સક્રિયાનું સ્વરૂપ સમજીને તેનું સેવન કરે છે અને અસક્રિયાને પણ જાણુને તેને પરિહાર કરે છે તે અનુક્રમે રાગાદિક સમસ્ત વિકારને વિનાશ કરી પોતે જ વીતરાગદશાને પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે વિષ, ગરલ, અનનુષ્ઠાન, તબ્ધતુ અને અમૃતક્રિયા–એવી રીતે ક્રિયાના પાંચ પ્રકાર છે. તેમાંથી પ્રથમની ત્રણ પ્રકારની ક્રિયા પરિહરવા લાગ્યા છે અને પાછળની બે પ્રકારની ક્રિયા આદરવા ગ્યા છે. જે ધર્મકરણ કેવળ આ લોકના જ સુખને