________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૭૩ ] કશે સાર નથી, તો પણ કવચિત દેવગે દુઃખદાયી - ત્કર્ષ થઈ જાય ત્યારે તે મદજાવરને નાશ કરવા માટે એક અકસીર–અમોઘ ઉપાય એ છે કે–પૂર્વમહાપુરુષોના ચારિત્રનું નિરીક્ષણ કરી, તેમનાથી આપણામાં કેટલી બધી ન્યૂનતા રહેલી છે તે સંબંધી તેને ઊંડે વિચાર કરે. એમ કરવાથી તે મદજવર ગળી જશે. આ વાતની ઉપેક્ષા કરી ક્રિયામદ કરનારા કઠણ કરણી કરતાં છતાં પણ દુઃખી થાય છે, તેથી પ્રથમ તે ક્રિયામાં મદ આદર કર નહીં એટલે શિથિલતા સેવવી નહીં, જે જે ધર્મકરણ કરવામાં આવે તે સમજપૂર્વક અંતર લક્ષ સહિત કરવા ખપ કરે. જેઓ કમેગે તેમ કરી શકતા ન હોય તેમની હાંસી ન કરવી, તેમજ તેમને તિરસ્કાર પણ ન કર પરંતુ તેમને શાંતિથી તેમનું કર્તવ્ય સમજાવવા પ્રયત્ન કરો. વળી પિતે જે કંઈ ધર્મકરણી કરે તેને ઉત્કર્ષ કયારે પણ પિતાને મુખે ન કરે, કેમ કે તેથી લાભ કશે નથી અને નુકશાન ઘણું સંભવે છે. તેથી જ શાસ્ત્રકારે એમ જણાવ્યું છે કે-સહુ કઈ આત્માથી જનેએ પોતાના આત્માની ઉન્નતિ થાય તેવી જ અનુકૂળ ક્રિયા સાવધાનપણે અંતરલક્ષ (ઉપયોગ) સહિત કરવી. ૪
એવી સક્રિયાના લક્ષણ સહિત તેનું ફળ હવે શાસ્ત્રકાર સ્પષ્ટ કરે છે–જે ભવ્ય જને સ્વસત્તાગત રહેલા જ્ઞાનાદિક ગુણે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે અથવા જેમને તે તે સદગુણે પ્રાપ્ત થઈ ચૂકેલા છે તેવા સદગુણ જનનું બહુમાન કરવું, તેમની સ્તુતિ કરવી, તેમજ તેમની યાચિત સેવા-ભક્તિ કરવી તે સર્વ તેમની સત્કરણને જ વિનય ગણાય છે. તેથી સદભાવના વંત તેનું અનુમોદન ફળ પામે છે, એટલે સદ્દગુણના સદગુણેની