________________
[૩૭૨ ]
શ્રી કરવિજયજી કે બાહ્ય કરશું કરવા માત્રથી શું વળવાનું છે? બાહ્ય કરણ તે કેવળ બાહા ભાવ જ છે. તેથી બાહ્ય કરીને ત્યાગ કરી અત્યંતર શુદ્ધિને જ ખપ કરવો ઉચિત છે. આવી રીતે વેચ્છા મુજબ બકવાદ કરનાર પિતાના મુખમાં કેળિયે નાખ્યા વગર જ ભૂખ ટાળવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. જેમ ભૂખ્યા માણસ ભૂખને ટાળવા માટે જરૂર જેટલા કવળ ખાય છે ત્યારે જ તેને તૃપ્તિ થાય છે, તે વિના ગમે તેટલી રસવતીના નામ માત્રથી તેને કંઈ પણ શાતિ થઈ શકતી નથી, તેમ વિવિધ પાપતાપથી દુઃખિત થયેલા છએ સ્વપાપતાપની શાંતિને માટે પરમ શાંત પરમાત્મપ્રભુપ્રત ધર્મકરણું સ્વસ્વ અધિકાર અનુસાર ખેદ રહિત રુચિપૂર્વક સ્થિરતા રાખીને અવશ્ય સેવવી જોઈએ. તેવી કરણ કર્યા વગર તેને પાપ-તાપ ઉપશાંત થઈ શકતો નથી. વળી ગમે તે ધર્મકરણું કરતાં અંતરલક્ષ રાખવાનો પણ પ્રયત્ન કરવો જરૂરી છે. કહ્યું છે કે “નિશ્ચય दृष्टि हृदय धरी जी, पाले जे व्यवहार । पुण्यवंत ते पामशे जी, મવસમુદ્ર પર આ મનમોન” મતલબ કે જે પુણ્યવંત પ્રાણ પરમાત્મા પ્રભુની પવિત્ર આજ્ઞા અનુસારે પિતાના અંતરઆત્માની શુદ્ધિ કરવાને માટે સ્વસ્વઅધિકાર અનુસાર ધર્મકરણું પ્રમાદ રહિત કરે છે તે સંસાર સમુદ્રને પાર પામી શકે છે. આત્માથી જનાએ જે કાંઈ કરણું કરવાની છે તે આત્મશુદ્ધિને માટે જ, તેવા પવિત્ર લક્ષ્યથી જ એટલે કે તે પિતાના જ હિતને માટે કરવામાં આવે છે. તેથી તેમાં કર્તુત્વ અભિમાન (અહંકાર-મમકાર) કરવાથી હાનિ સંભવે છે અને તે જ ધર્મકરણ નિર્મદપણે-નમ્રભાવે કરતાં અધિકાધિક હિત સધાઈ શકે છે. જો કે ધર્મકરણ કરતાં સ્કર્ષ કરવામાં