________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૭૧] થની વાત નમ મરી, જળ અતિ સ્ત્ર નિદા” એવી પ્રવૃત્તિ બહુધા દુનિયામાં દેખાય છે. જ્યારે જ્ઞાની વિવેકી જેને તે વિરાનંદ પમ ગોરું, શી જ દે તો એ મહાવાકયને જ અનુસરવામાં ખરું હિત લેખે છે, કેમ કે શાસ્ત્રકાર કહે છે કે ગમન કિયા કર્યા વગર માર્ગને જાણતો છતે પણ કઈ પ્રાણી ઈષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકતો નથી. અથવા હાથ–પગ હલાવ્યા વગર તરવામાં કુશળ છતાં કઈ પણ તારુ તરીને સામે પાર જઈ શકતો નથી. એવી રીતે અનુકૂળ કરણ કર્યા વગર કોઈપણ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. એ જ વાતને વધારે દઢ કરતાં છતાં શાસ્ત્રકાર કહે છે–૨. - જ્ઞાનવડે પૂર્ણ એવા તીર્થકર, ગણધર, ચંદપૂર્વી, દશપૂવી વિગેરે પણ સ્વસ્વ અધિકાર મુજબ કરણ કરે જ છે, તેમાં પ્રમાદ સેવતા નથી, તે અ૯પજ્ઞનું તો કહેવું જ શું? સંપૂર્ણ જ્ઞાની પણ જ્યારે સ્વાચિત કરણીની ઉપેક્ષા કર્યા વગર તે ખેદ રહિત ચિત્તે કરે છે તે પછી બીજાએ તેની ઉપેક્ષા કેમ જ કરાય?
પરપ્રકાશક દીપક પણ શું તેલ અને દીવેટની અપેક્ષા નથી રાખતો ? રાખે છે. તેલ તથા દીવેટરૂપ સાનુકૂળ ક્રિયાની ખામીથી અથવા ગેરહાજરીથી જેમ દી નિર્વાણ પામી (બૂઝાઈ) જાય છે તેમ જ્ઞાનવાન પણ ચિત કરણમાં ગફલત કરવાથી અથવા તે તેની તદ્દન ઉપેક્ષા કરવાથી અધિકારભ્રષ્ટ થઈ જાય છે. એમ સમજીને જ્ઞાનવંત જીવે આત્મકલ્યાણાર્થે સ્વઉચિત કરણ કરવા સદા ય સાવધાન રહેવું. તેથી ઊલટું વર્તન ચલાવનારને શાસ્ત્રકાર શિક્ષા આપતાં જણાવે છે કે-૩
જે મંદ પરિણામી થઈ, શિથિલાચારી બની એમ કહે છે