________________
[ ૩૭૦].
શ્રી કપૂરવિજયજી તેમણે તે તે ક્રિયાને હેતુ વિગેરે સારી રીતે સમજવા ખપ કરવો જોઈએ. જ્ઞાન અને ક્રિયાને સેવનાર સજજનેએ જેમ રાગ, દ્વેષ યા કષાયજન્ય ઉપતાપ શાંત થાય અને સમતાજન્ય સ્વાભાવિક શીતળતા પ્રગટી નીકળે એવું લક્ષ વધારવું જોઈએ. અને તેટલા માટે ઉત્તમ ભાવનામૃતનું સદા ય પાન કરવું જોઈએ. તેમ જ તેની ઉત્તમ ભાવના સદેદિત રહે તેટલા માટે મન અને ઇદ્રિ ઉપર પૂરતો કાબુ રાખવો જોઈએ. આ પ્રમાણે કરવામાં થડી પણ ગફલત કરવાથી જીવને આગળ ઉપર બહુ સોસવું પડે છે, માટે મુમુક્ષુ જનેએ સ્વસંયમકરણમાં લેશમાત્ર પ્રમાદ કર નહીં. અપ્રમત્તપણે આત્મસાધન કરનારા મુમુક્ષુઓ અવશ્ય આત્મકલ્યાણ પ્રાપ્ત કરે છે, એટલું જ નહિ પરંતુ અનેક ભવ્ય જિનેને પણ ભદધિને વિસ્તાર કરવા પુષ્ટ આલંબનરૂપ નિવડે છે. ૧.
પિોતે ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય પણ શુભ કરણી વિના તે નિષ્ફળ છે એમ શાસ્ત્રકાર બતાવે છે. જાણવાનું ફળ એ છે કે જે હિતકારી હોય તે આદરવું અને અહિતકારી હોય તે છાંડવું. તેમ છતાં જે જાણીજોઈને હિતકર માર્ગ આદરે નહિ અને અહિત માર્ગને ત્યાગ કરે નહિ તેનું જાણ્યું પણ નકામું છે. રૂડી રહેણું વગરની લૂખી કહેણું માત્રથી કશું વળતું નથી. તેથી જ જ્ઞાની પુરુષે કહેણ કરતાં પણ રહેણી ઉપર વધારે પડતો ભાર મૂકે છે. “જાથી લાગે વઘુ વોર્ડ, તે અતિ દુર્રમ દોર” એ પદમાં ચિદાનંદજી મહારાજાએ સ્પષ્ટ જણાવ્યું છે કે “થની દેશપત મજૂરી, નળી દે નૂર મતલબ કે રહેણુ-રૂડી કરણ વગરની કેવળ કથની તે દુનિયાની મજૂરી તુલ્ય છે એટલે કે કેવળ કંઠશેષકારી છે, છતાં