________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૬૯ ] ત્રીજું-નિષ્કપટપણે જે કંઈ ઉત્સર્ગ કે અપવાદરૂપ (વિધિનિષેધરૂપ) સંયમકરણ કરવી પ્રાપ્ત થાય તે પૂર્વે જણાવ્યું તેમ ચપળતા, અરુચિ અને ખેદ પ્રમુખ દોષ ટાળી, જેમ સ્થિરતા (ચિત્તની સ્થિતિસ્થાપકતા) જળવાઈ રહે તેમ કાળજીથી સાધ્ય લક્ષમાં રાખી સાચી શાંતિ-સમાધિસુખને અનુભવ કરવો.
ચોથું-મુમુક્ષુ જનોએ સદા ય ઉદાર-ઉદાત ભાવનાઓને આશ્રય કરે. ઉદાર ભાવનાને મન વિશુદ્ધ બને છે અને તેથી રાગદ્વેષાદિક દેષ દૂર થઈ સમતા-શાંતિ-સમાધિસુખ પ્રગટે છે. તેથી જ શાસ્ત્રકારોએ સદ્દભાવનાને અપૂર્વ અમૃત યાને રસાયણ સદશ સુખદાયી બતાવી છે.
પાંચમું-વિષમ એવા દુર્ગતિના માર્ગમાં ખેંચી જનારા મન અને ઇદ્રિને મુમુક્ષુ જનેએ અવશ્ય નિરોધ કર, એટલે કે ભાવનામય આસવનાંકુશવડે તેમને નિયમમાં રાખવા ઉચિત પ્રયત્ન કરે. તે દુર્જય મન અને ઇંદ્રિયને મેકળા મૂકવાથી બધી બાજી બગાડે છે અને તેમને કાબમાં રાખવાથી સઘળી બાજી સહેજે સુધરે છે. તેથી વિવેકવંત સાધુઓ તેમને સ્વવશ પ્રવર્તાવવા પ્રબળ પુરુષાર્થ ફેરવે છે. ફલિતાર્થ એ છે કે ઉક્ત સાધનોગે મુમુક્ષુ જને અવશ્ય આત્મસિદ્ધિ નિપજાવી શકે છે. કારણગે જ કાર્ય નીપજે છે, તેથી મોક્ષસુખના તીવ્ર અભિલાષી મુમુક્ષુઓએ અવશ્ય ઉક્ત સાધનસંપન્ન થવું ઘટે છે. જેમને સ્વક્ષપશમાગે કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તેમણે પોતાની રહેણ સુધારવા અવશ્ય લક્ષ રાખવું જોઈએ. તેમ જ જે ક્રિયાચિ જી હાય - ૨૪