________________
[૩૬૮]
શ્રી Íરવિજયજી બુદ્ધિથી કે રાગદ્વેષાદિક વિભાવ પરિણતિ મંદ થાય અને આત્માની સહજ નિષ્કષાય વૃત્તિ પ્રગટ થાય. સતત અભ્યાસથી મન અને ઈદ્રિય ઉપર કાબુ રાખી તેમને સ્વવશ કરી લે તે જિતેન્દ્રિય સમજવા. ઉપર જણાવેલા વિશેષણ યુક્ત મુમુક્ષુ જન જ મોક્ષના ખરા અધિકારી છે, અથવા મેક્ષના અથS મુમુક્ષુ જનોએ પૂર્વોક્ત વિશેષણોને સંપૂર્ણ લક્ષમાં લઈ સ્વધર્મપરાયણ રહેવું જોઈએ. તે વિના મોક્ષસુખ દુર્લભ છે.
સંક્ષેપમાં પ્રથમ-તે સાધુજનેને ઉચિત છે કે–તેમણે સદગુરુ સમીપે વિનય બહુમાનપૂર્વક અધ્યાત્મ લક્ષ જાગે અને સ્વસ્વરૂપના બેધ સાથે સ્વસ્વરૂપ તરફ જ દષ્ટિ બની રહે તેવું તત્ત્વજ્ઞાન અભ્યાસવડે સંપાદન કરી લેવું.
બીજું તેવું તત્ત્વજ્ઞાન મેળવી સ્વરૂપ સાક્ષાત્કાર કરવા એટલે કષાયાદિક પ્રમાદ દૂર કરી આત્મા નિર્મળ થાય તેવા અનુકૂળ સાધન સેવવારૂપ સંયમક્રિયામાં સદાય સાવધાન રહેવું. તેમાં લેશમાત્ર શિથિલતા કરવી નહીં. શક્તિ વગર અશક્ય અનુષ્ઠાન કરવા પ્રવૃત્તિ કરવી નહીં તેમ જ મિથ્યાડંબર પણ કરે નહીં. સ્વશક્તિ અનુસાર તેમ જ સ્વઅધિકાર અનુસાર ધર્મકરણ સ્વકર્તવ્ય સમજીને કરવા ખપ ર્યો કરવો. કરવામાં આવતી કે પ્રથમ કરેલી કરણને મદ કરો નહિ, તેમ જ બાળજી જે શુભ કિયા અભ્યાસરૂપ કરતા હોય તેમને કુયુક્તિથી અટકાવવા નહિ, અને પોતે જાતે કંઈ કપટક્રિયા કરી ભેળા લોકોને ઠગવા નહિ. તેમ જ તેવી વંચક કરણીથી કંઈ પણ મનમાં રાચવું નહિં. કહ્યું છે કે-“મારા અનુસાર શિયા, છે તો મતદીના પદચિાવ કા દશે, તો મી મવઝ૪માન ” .