________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૬૭ ] એ સચેટ ઉપયોગ રાખવો જોઈએ. અને તેથી જ શાસ્ત્રોક્ત દોષ-જેવા કે ભય, દ્વેષ અને ખેદ વજીને અભય, અદ્વેષ અને અખેદપણે જ સઘળી સંયમકરણ સાધવાની જરૂર છે. મતલબ કે પરિણામની ચંચળતા નિવારીને જે સંયમ કરણું કરવામાં આવે તેમાં અરુચિ ન થાય, તેમ જ તે કરણ કરતાં ખેદ(થાક)ને પણ અનુભવ ન થાય તેવી સંભાળ રાખીને જ તે તે કરણી કરતાં સર્વથા હિત સંભવે છે. તેવી નિર્દોષ પ્રવૃત્તિ નિવૃત્તિરૂપે પરિણમે છે અને આત્મામાં અપૂર્વ શાંતિને પ્રગટાવે છે. નિર્દોષ સંયમકરણીવડે જેને સ્વાત્મામાં શાંતિ પ્રગટી છે તે શાંત આત્મા, જે મૈત્રી પ્રમુખ શુભ ભાવનાઓને સતત અભ્યાસ કરી પોતાના આત્માને ભાવિત કરે છે અથવા ગ્રહણ કરેલા પાંચ મહાવ્રતોને અતિચારાદિક દૂષણ રહિત ઉલ્લસિત ભાવથી પાળે છે તે વૈરાગ્યની વૃદ્ધિ કરી સહજ શાંતિ પામી શકે છે; માટે મુમુક્ષુ જને અવશ્ય સદ્દભાવનાએને આશ્રય કરે છે. સદ્દભાવનાવડે સદા વાસિત હોય તે ભાવિત આમા સમજ. મન અને ઇંદ્રિયોને મોકળાં મૂકવાથી તે શાંતિનો ભંગ કરે છે એટલું જ નહિ પણ બહુ પ્રકારે દુઃખ આપે છે, એટલે અનેક પ્રકારની આધિ, વ્યાધિ ઉપજાવી જીવની અત્ર પ્રગટ વિડંબના કરે છે અને જન્માન્તરમાં પણ અધોગતિમાં ઉતારી દે છે, એમ સમજી શાણા મુમુક્ષુ જને ઉદ્ધત તુરંગ જેવા મનને અને ઇન્દ્રિયોને શાસ્ત્રયુક્તિથી વિશેષ રીતે દમે છે. એટલે કે મનને જ્ઞાન–યાન સંબંધી શુભ વિચારણામાં મગ્ન રાખે છે અને ખાટી અશુભ વિચારણાથી નિવારે છે અને રસના પ્રમુખ પાંચ ઇન્દ્રિયોને અશુભ વિષચેમાંથી નિવારી શુભ વિષયમાં જોડી દે છે. તે એવી