________________
[ ૩૬૬ ]
શ્રી કપૂરવિજયજી
11
લૂખા (શુષ્ક) જ્ઞાન માત્રથી કલ્યાણુ સધાતું નથી. તેથી તે ગુણ્ણાને બદલે ઊલટા દોષ જ થવા સંભવ છે. કહ્યું છે કે— होत मूढमति पुरुषकुं, श्रुत भी मद भय रोष | ज्युं रोगीकुं શ્રી ઘૃત, નિપાતળો રોષ ॥ તેથી જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે આત્માનું શેાધન કરી સ્વશ્રેય સાધવામાં સહાયકારી થાય તેવું તત્ત્વરૂપ હાવુ જોઇએ; નહિ કે પાપટીયુ જ્ઞાન કે જે કેવળ પેાતાની પંડિતતા અતાવવા માટે જ ઉપયાગી થાય. વળી સાન એવી રીતનું પ્રાપ્ત કરવુ જોઇએ કે જેથી જીવ પેાતાનું અનાદિ સ્વચ્છંદ વર્તન તજીને શાસ્ત્રનીતિ મુજબ ચાલવા સમર્થ થાય, કેમકે સદ્ન નથી જ જ્ઞાનની સાર્થકતા છે અને જ્ઞાન (સમજ) સહિત કરણીથી જ ઇષ્ટસિદ્ધિ થઈ શકે છે; માટે જ્ઞાનપૂર્વક રૂડી કરણી કરવાની જરૂર છે. અને કરણી કરનારે તેની સમજ લેવાની પણ સાથે જ જરૂર છે, કારણ કે જ્ઞાન વગરની કરણી આંધળી કહેવાય છે અને કરણી વગરનું જ્ઞાન માત્ર પાંગળું ગણાય છે. તેટલા માટે જ્ઞાન અને ક્રિયા સમ્યગ્ રીતે સાથે સેવવાની જરૂર સિદ્ધ થાય છે. ક્રિયા પણ ઉપર જણાવ્યા પ્રમાણે માહ્ય અને અભ્યંતર એમ એ પ્રકારની છે. પ્રતિલેખના પ્રમુખ બાહ્ય કરણી છે તે કષાયજયવડે અંતર સ્થિરતા–શાન્તિ પ્રગટાવવા પ્રયત્ન સેવવા તે અંતર કરણી છે. તેથી પ્રતિલેખન, પ્રમાન પ્રમુખ જે જે બાહ્ય કરણી કરવાનું પ્રાપ્ત થાય તે તે સર્વ અંતરલક્ષપૂર્વક જ કરવી જોઇએ. એમ કરવાથી જ સંયમગુણની વૃદ્ધિ અને સાર્થકતા થાય છે. મતલખ કે સંયમની રક્ષા તેમ જ પુષ્ટિ માટે જે જે આહાર, નિહાર, વિહાર પ્રમુખ કરણી કરવી પડે તે બધી કરણી કરતાં છતાં સ્થિરતા-શાંતિ હણાય નહિ પણ વૃદ્ધિ પામે