________________
[૩૬૪]
શ્રી કપૂરવિજયજી રહેણીકહેણુવડે છે, તે વિના વેષગ્રહણ કેવળ કષ્ટરૂપ છે, જેને શાસ્ત્રકાર વેષવિડંબના કહીને બોલાવે છે. તાત્પર્ય કે સંયમમુદ્રા ગ્રહણ કરી, પ્રમાદપટલ તજી, સાવધાનપણે ઉત્તમ પ્રકારની રહેણીકહેણું આદરી, તેને સફળ કરવા પ્રયત્ન કરે ઘટે છે. અન્યત્ર પણ શાસ્ત્રકાર એમ જ કહે છે કે જે કેવળ “પોપદેશે પાંડિત્યમ” બતાવે છે અને પિતાનામાં કશા આચારવિચારનું ઠેકાણું હેતું નથી એવા માણસને માણસો જ ગણવા ગ્ય નથી, પરંતુ જે પોતાના આત્માને સારી રીતે સમજાવી મર્યાદાશીલ બનાવે છે એટલે ઉત્તમ પ્રકારની રહેણીકરણી પાળે છે તે જ સારા માણસ ગણવા લાયક છે. કહ્યું પણ છે કે “વા દિ કુંજના તેવાં, એકन्यशिक्षाविचक्षणाः । ये स्वं शिक्षयितुं दक्षास्तेषां पुंगणना નૃrry Iજેમ જળવડે નદી શોભે છે, જ્યોતિષચક્રથી આકાશ શેભે છે, ન્યાયથી રાજા શોભે છે અને વિનયથી વિદ્યા શોભે છે તેમ ઉત્તમ રહેણીથી સંયમ શેભે છે. તે કરણી બાહ્ય અને અત્યંતરરૂપ બે પ્રકારની હોય છે. તે બન્નેમાં યથાયોગ્ય પ્રમાદ રહિત પ્રવૃત્તિ કરી અનુક્રમે નિવૃત્તિ મેળવનારા જ સંય. મને ચરિતાર્થ–સાર્થક કરે છે. એટલે કે તેથી અનુક્રમે સમસ્ત કલેશને અંત કરી મોક્ષપદને પામે છે. તે મોક્ષને પ્રાપ્ત કરવા ઈચ્છનાર મુમુક્ષુએ કેવું પ્રવર્તન રાખવું જોઈએ અથવા કેવા પ્રવર્તનવાળો આત્મા મોક્ષ મેળવી શકે? તે હવે શાસ્ત્રકાર પોતે જ આ અષ્ટકની શરૂઆતમાં જણાવે છે –
જેનાથી રાગદ્વેષાદિક દેશે ક્ષીણ થાય, અને ઉત્તમ પ્રકારના ક્ષમા, મૃદુતાદિ ગુણસમુદાય જાગૃત થાય એવું તત્વજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું હોય અથવા એવું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની જ જે