________________
[ ૩૬૨]
શ્રી કપૂરવિજયજી પ્રમત્તગુણસ્થાનક સુધી આવશ્યક પ્રમુખ ક્રિયા અવશ્ય કર્તવ્યરૂપે જણાવી છે, અને તેની ઉપેક્ષા કરનારને મિથ્યામતિ કહ્યો છે. આવી રીતે ગુણસ્થાનકના ક્રમે સમજપૂર્વક સ્વક્તવ્ય કર્મ કરવામાં પરાયણ રહેતાં અવશ્ય પરમપદ પ્રાપ્ત થાય છે. ૬.
જેમ જેમ આત્મા સ્વસંયમમાં સુદઢ બનતું જાય છે તેમ તેમ સતચારિત્રગે તેની આશ્રવકરણી ઓછી થાય છે, તેથી નવીન કર્મનું આવાગમન થતું અટકે છે અને બાહ્યા અત્યંતર ઉભય તપની સહાયથી પુરાતન કર્મનું શાટન (નિજેરા) કરવાવડે આત્માની નિર્મળતા થાય છે. એટલે જે ચારિત્ર કરણ પ્રયત્નસાધ્ય હતી તે સહજ બની રહે છે, આત્માના સ્વાભાવિક ગુણેમાં સ્થિરતા જામે છે અને તે ગુણે પૂર્ણપણે વિકાસને પામે છે તેથી નિષ્ક્રિય અવસ્થા પામી એટલે ગુણસ્થાનકમારોહમાં કહેલા ક્રમથી યોગને નિરોધ કરી, આત્મા અવિચળ પદવીને પામે છે. તે જ વાતને દષ્ટાંતદ્વારા શાસ્ત્રકાર જણાવે છે. ૭.
સમસ્ત પ્રમાદરૂપ વિભાવ ઉપગના પરિહારથી અને અપ્રમત્તતારૂપી અતિ ઉચ્ચ શિખર ઉપર સ્થિતિ કરવાથી નિગ્રંથ મુનિરાજ સંપૂર્ણ વિવેકના બળે સમસ્ત કર્મ આવરણનો સર્વથા ક્ષય કરીને અનંત ગુણ તિથી દેદીપ્યમાન નિષ્કલંક નિજસ્વરૂપચંદ્રને પૂર્ણપણે નિહાળે છે. જેમ માટીના થરથી તુંબડું પાણીમાં ડૂબી છેક તળીએ જાય છે તેમ કર્મના ગાઢ આવરણથી આત્મા પણ અધોગતિને પામે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ (મન, વચન અને કાયાની ચપળ પ્રવૃત્તિ) એ કર્મબંધનનાં મુખ્ય હેતુઓ છે. જેમ જેમ તેમનું જોર મંદ પાડવા પ્રયત્ન સેવવામાં આવે છે તેમ તેમ આત્મા કર્મના