________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૬૧] પૂરેપૂરી જરૂર છે. તેમાં પણ ન્યાયસંપન્ન વિભવ, વડીલ સેવા, વિનય અને ષાયત્યાગ એ ચાર ગુણ ઉપર તો બહુ જ લક્ષ રાખવાની જરૂર છે. વળી દેવ, ગુરુ અને ધર્મની વિવિધ રીતે (સૂક્ષમ બુદ્ધિથી ) પરીક્ષા કરી જે સત્ય અને શુદ્ધ તરી નીકળે તે જ આદરવાની અને તેનું જ અખંડ આરાધન કરવાની જરૂર છે. અહીં સુધી ચતુર્થ ગુણસ્થાનકની હદ ગણાય છે. તેમાં શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મની દરેક રીતે પૂજાપ્રભાવના કરવા અને તેમાં કાળદોષાદિકથી થતી મલિનતા ટાળવા પોતાનાથી બને તેટલો પુરુષાર્થ ફેરવો એ પિતાનું મુખ્ય કર્તવ્ય ગણાય છે. જે કાર્ય પિતાના અધિકાર બહારનું હોવાથી બની શકે એવું ન હોય તે કાર્ય જે અધિકારી જને કરી શકે તેમ હોય તેમને પોતાનાથી બની શકે તેટલી અને તેવી સહાનુભૂતિ (સહાય) આપવી એ પણ ઘણું જ અગત્યનું કર્તવ્ય છે. તેમ જ નીચલા ગુણસ્થાનકવાળાએ ઉપલા ગુણસ્થાનકે જવા માટે ભાવનાપૂર્વક અભ્યાસ પણ અવશ્ય કર્તવ્ય છે. પાંચમે ગુણસ્થાનકે જ્ઞાન( સમજ પૂર્વક સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વિગેરે (હિંસાત્યાગાદિ) વ્રત અંગીકાર કરી કાળજીથી પાળવાની જરૂર છે. તેમજ સર્વથા હિંસાત્યાગ–અહિંસાદિક મહાવ્રતોની ભાવના સાથે તે માટે બનતે અભ્યાસ કર્તવ્ય છે. છછું ગુણસ્થાનકે સર્વે મહાવ્રતો સદ્દગુરુ સમીપે સમજપૂર્વક આદરી તેમનું યથાર્થ રીતે-દૂષણ રહિત પરિપાલન કરવા કાળજી રાખવાની જરૂર છે. તેમ જ અપ્રમત્તદશાની ભાવનાયુક્ત અભ્યાસ કર્તવ્ય છે. એમ ઉત્તરોત્તર સમજવું. ગુણસ્થાનકકમારોહ ગ્રંથમાં આ બાબત વિશેષ સ્પષ્ટતા કરેલી છે. ત્યાંથી સંપૂર્ણ અધિકાર વિશેષરુચિ જનોએ અવગાહી લેવા યોગ્ય છે. તેમાં