________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૫૯ ]
જેમ સૂર્યોદય થતાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાની જ્ગ્યાતિ અનાવશ્યક છે. એટલે કે તે સની જ્યેાતિ સૂર્યના તેજમાં સમાઇ જાય છે તેમ અનંત જ્ઞાનાદિક પ્રત્યક્ષ અને ક્ષાયિક ભાવે પ્રગટ થયે છતે પરાક્ષ અને ક્ષાયેાપશમિક જ્ઞાનાદિકની જરૂર રહેતી નથી. મતલબ કે ક્ષાયેાપશમિક ભાવ અભ્યાસિક સાધનરૂપ છે ત્યારે ક્ષાયિક ભાવ સંપૂર્ણ સાધ્યરૂપ છે. કાર્ય કારણુભાવની પેઠે જયારે સંપૂર્ણ પણે સાધ્ય ધર્મની સિદ્ધિ થઇ ચૂકી તેા પછી સાધનધર્મની જરૂર રહેતી નથી. સાધનધર્મ એ કારણરૂપે છે અને સાધ્યધર્મ એ કાર્યરૂપ છે. પરંતુ સંપૂર્ણ સાધ્યસિદ્ધિ થયા પહેલાં જ જે સાધનધર્મની ઉપેક્ષા કરી તજી દે છે તે હતભાગ્ય ઉભયભ્રષ્ટ થાય છે, તેથી સદ્વિવેકી સજ્જને સ્વસાધ્યસિદ્ધિ સુધી સત્સાધનના ઉપયેગ પ્રમાદ રહિત કર્યો જ કરે છે અને એમ કરીને અંતે સ્વસાધ્યની સિદ્ધિ કરે છે. ૪.
તે જ વાતનું શાસ્ત્રકાર હૃષ્ટાંતવડે સમર્થન કરે છે. આત્માથી મુનિએ સદ્ગુરુનાં ચરણકમળની સેવા ત્યાંસુધી અખંડ અપ્રમત્તભાવે નિષ્કામવૃત્તિથી કર્યા કરવી કે જ્યાંસુધી પેાતે જ તે ગુરુના પવિત્ર પદને પ્રાપ્ત થઇ જાય. જેમ કુશળ અને પ્રમાણિક કારીગર પેાતે હાથ ધરેલું કામ બહુ જ ઉમદા રીતે કરી આપી સામાનું દિલ પ્રસન્ન કરે છે તેમ સદાચારમાં કુશળ એવા સદ્ગુરુ મહારાજ પણ સ્ત્રશરણાગત શિષ્યને એવી ઉમદા યુક્તિથી પ્રખાધે છે કે તેથી ભવ્ય શિષ્યનું દિલ દિનપ્રતિદિન પ્રસન્નતાને જ પામે, અને તે શિષ્ય સદાચારમાં રક્ત અને. પણ જો શિષ્ય સદ્ગુરુની રૂડી શિક્ષાને હૃદયમાં ધારે નિહ અને અધીરા થઇ સ્વચ્છંદી ખની જાય તેા તે શિષ્ય ગુરુશિક્ષાના