________________
[ ૩૫૬ ]
શ્રી કપૂરવિજયજી
અસ’ગતારૂપ પાંચ મહાવ્રતાનું યથાવિધિ પાલન, પાંચે ઇંદ્રિયાનું યથાર્થ રીતે દમન, ક્રોધાદિક ચારે કષાયને જય અને મન, વચન તથા કાયાની શુદ્ધિ, એ સત્તર પ્રકારવડે સંયમનું આરાધન થઇ શકે છે. ઉક્ત સંચમનુ યથાવિધિ આરાધન કરવા માટે રાગ, દ્વેષ અને મેહાર્દિક બંધનથી સજ્જ તર દૂર રહેવું જોઇએ અને તેટલા માટે જેથી રાગાદિક બંધન થાય તેવાં કારણેાથી પણ સદંતર અળગા રહેવુ જોઇએ. માતા, પિતા, બંધુએ, સ્ત્રી આદિક સ્વજન અને જ્ઞાતિ પ્રમુખ પરિજનાના સ્નેહપાશમાં ન જ પડવું જોઇએ. તેથી જ સંયમ સન્મુખ થયેલા આત્મા રાગાદિક બંધનકારી માતપિતાદિક મહિર કુટુબના ત્યાગ કરી એકાંત હિતકર અંતરંગ કુટુંબનેા આદર કરવા ઉજમાળ થાય છે. તે શુદ્ધ ઉપયાગરૂપ પવિત્ર પિતાના અને આત્મપરિણિતમાં રતિરૂપ ધૃતિ-માતાના પેાતાના સચમની રક્ષા અને પુષ્ટિ નિમિત્ત નિશ્ચયપૂર્વક સ્વીકાર કરે છે. શુદ્ધ ઉપયાગરૂપ લેાકેાત્તર પિતા અને શ્રુતિરૂપ અંબા સયમાત્માને જન્મ આપે છે. સર્વ પ્રકારના અપાય–ઉપદ્રવાદિકથી તેના બચાવ કરે છે. તેનું અનેક સત્તાધનેાવડે પેાષણ કરે છે અને અત્યંત પ્રેમ-વાત્સલ્યથી તેનું પરિપાલન કરતાં અંતે તેને પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. માતાપિતાદિકની અનુમતિ મેળવી સંયમ અંગીકાર કરી સયમાત્મા જે આવેા ઉત્તમ પ્રકારના સ્વરૂપ લાભ મેળવી શકે છે તે લૈાકિક માતપિતાદિકની ક્ષણિક માયા તજીને લેાકેાત્તર માતિા ઉપર અનન્ય પ્રેમ, વાત્સલ્ય અને શ્રદ્ધાથી જ. માતપિતાના પ્રેમના વિવેક બતાવી હવે બાંધવાના પ્રેમ આશ્રી કહે છે. ૧.
માતાપિતા ઉપરાંત બંધુએ પણ લૈાકિક દૃષ્ટિથી ઉપગારી