SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૫ર ] શ્રી કરવિજયજી (૮) ત્યારબાદ રત્નત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી સદીવ; ભાવરણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧ શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇંદ્રિય આશંસ; થિર સમાધિ સંતેષમેં, જય જય સંયમ વંશ. ૨ વિવેચન-ઈદ્રિયદમન માટે શાસ્ત્રકારે કરેલા ઉપદેશ મુજબ જે ભવ્યાત્મા પ્રબળ પુરુષાર્થ વડે મન અને ઇન્દ્રિય ઉપર કાબૂ મેળવે છે, જે મન અને ઇંદ્રિયને સ્વેચ્છાચારીપણે વર્તવા નહિ દેતાં સ્વવશ વર્તાવે છે, તે જ ખરેખર ત્યાગ-સંયમના અધિકારી ગણાય છે, તે જ ત્યાગ-સંયમને ખરેખર દીપાવે છે અને ભવસંતતિનો ક્ષય કરી અનુક્રમે અક્ષયસુખના વિલાસી બને છે. તે ત્યાગસંયમ કેવા પ્રકારનો છે ? તેમાં કેવી નિ:સ્પૃહતાની જરૂર છે? અને તેથી કે અસાધારણ લાભ આત્મા મેળવી શકે છે? તેની ઝાંખી પ્રામાણિક એવા ગીતાર્થ પુરુષનાં પવડે અત્ર આપવા ગ્ય વિચારી છે. એવી બુદ્ધિથી કે મૂળ ગ્રંથકારે ત્યાગ-સંયમ માટે જે સદુપદેશ આપ્યો છે તેનું માહાસ્ય ભવ્યજનોના હૃદયમાં વિશેષે કુરાયમાન થાય અને અચળ શ્રદ્ધાવિવેકથી ત્યાગમાર્ગ ગ્રહી તે ત્યાગ-સંયમનું પરિપાલન કરવા પ્રબળ પુરુષાર્થ ફેરવવા ઉઘુકત બને. તે પો નીચે પ્રમાણે– દેશવિરતિ ને સર્વવિરતિ જે, ગૃહી યતિને અભિરામ; તે ચારિત્ર જગત જ્યવંતુ, કીજે તાસ પ્રણામ રે. ભવિકા ! સિદ્ધચપદ વંદ. ભ૦ ૩૬, તૃણપરે જે ષ ખંડ સુખ છડી, ચક્રવતી પણ વરિયે; તે ચારિત્ર અખય સુખ કારણ, તે મેં મનમાંહી ધરિયે રે. ભ૦ ૩૭
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy