________________
લેખ સંગ્રહ : ૬
[ ૩૫૧ ] શાક ધારણ નહિ કરતાં તેથી ઉદાસીન વૃત્તિ રાખી જિનવચનામૃતનું પાન કરી સમતારસનું સેવન કરવું. આવી રીતે પ્રશસ્ત આલંબનને સેવી અપ્રશસ્ત વિષયરાગને દૂર કરવા પ્રયત્ન કરવા. જ્યારે અપ્રશસ્ત વિષયરાગ નષ્ટ થઈ જાય ત્યારે પછી અનુક્રમે નીરાલમન ચેાગના બળથી પ્રશસ્ત વિષયરાગ પણ તજવા ચેાગ્ય જ છે, પરંતુ જ્યાંસુધી અપ્રશસ્ત વિષયરાગ વિદ્યમાન હોય ત્યાં સુધી તા ઉપર જણાવ્યા મુજખ પ્રશસ્ત વિષયરાગ તજી શકાય નહિ અને તજવામાં ફાયદા પણ નથી પરંતુ નુકશાન જ છે; કારણ કે તેની સહાયથી અપ્રશસ્ત વિષય રાગ સુખે ટાળી શકાય છે, તેમ જ પ્રશસ્ત વિષયરાગ પણ અપ્રમત્તદશામાં રહી શકતા નથી; મતલખ કે સર્વ પ્રકારના વિષયરાગ સર્વથા નષ્ટ થયે છતે જ આત્માનું સંપૂર્ણ હિત સધાય છે. એ વાત લક્ષ્યમાં રાખી આત્માથી જનાએ જેમ અને તેમ ચીવટથી વિષયરાગ તજવાના ઉદ્યમ સેવવેા ઘટે છે. [ જૈ. ૧. પ્ર. પુ. ૨૬, પૂ. ૧૧, ૩૫, ૬૬ ]
糖