________________
એક માગે છે કે જેના
કાળા અશુભ થાય છે. કોઈ
લેખ સંગ્રહ : ૬ :
[૩૪૫] પેઠે વિનાશને પામે છે. શયન, આસન, અંગમર્દન, રતિક્રીડા, સ્નાન અને અનુલેપનમાં આસક્ત થયેલો મૂહાત્મા સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં મૂંઝાઈને ગજેની પેઠે બંધન પામે છે. એવી રીતે જેમની શિષ્ટજનેને ઈષ્ટ એવી દષ્ટિ અને ચેષ્ટા પ્રણષ્ટ થઈ છે એવા ઈદ્રિયોને પરવશ પડેલા પ્રાણીઓના અનેક દોષો બહુ રીતે બાધાકારી થાય છે. અનેક અકેક ઇંદ્રિયની વિષયાસક્તિથી રાગદ્વેષાતુર થયેલા તે પ્રાણીઓ વિનાશને પામે છે, તે પછી પાંચ ઇંદ્રિયોના વિષયને પરવશ પડેલા માનવીનું તે કહેવું જ શું? એ કઈ ઈદ્રિયને વિષય નથી કે જેના ચિર પરિચયથી નિત્ય તરશી અને અનેક માર્ગે દોડાદોડ કરતી ઇંદ્રિય તૃમિને પામી શકે. કોઈ શુભ વિષય પણ પરિણામવશાત્ પાછો અશુભ થાય છે, અને કોઈ વિષય અશુભ છતાં પણ કાળાંતરે પાછો શુભ થાય છે. કારણવશે જેમ અને જ્યાં જે જે પ્રોજન ઉત્પન્ન થાય છે તેવી રીતે ત્યાં તે વિષય શુભ અથવા અશુભ કહેવાય છે. અનેરાઓને જે વિષય પિતાના અભિપ્રાયથી તુષ્ટિકારી લાગે છે તે વિષયને જ સ્વમતિતરંગમાં ઝીલતા બીજા બહુ ધિક્કારે છે. તે જ વિષયેને ધિક્કારનાર અને તે વિષયને અત્યંત આદર આપનારને નિશ્ચયથી કંઈ પણ ઈષ્ટ કે અનિષ્ટ સંભવતું નથી. રાગદ્વેષથી પરાભવ પામેલા જીવને કેવળ કર્મબંધ જ થાય છે, પણ આ લોક કે પરલોકમાં કલ્યાણકારી એવો અલ્પ પણ ગુણ થતો નથી. જે ઈદ્રિયના વિષયમાં શુભ કે અશુભ ભાવ સ્થાપન કરે છે તે રાગયુક્ત અથવા છેષયુક્ત હોવાથી તેને બંધનકારી થાય છે. તેલથી ખરડેલા શરીરવાળાનું ગાત્ર જેમ ધૂળથી ખરડાય છે તેમ રાગદ્વેષથી અત્યંત ખરડાયેલાને કર્મબંધ થાય છે.”