________________
[ ૩૪૦ ]
શ્રી કપૂરવિજયજી
સિંહ, વાઘ, હાથી અને સર્પાદિક અતિ ક્રૂર જીવાને સુખે જીતી શકાય છે, પરંતુ મેાક્ષમાર્ગ માં વિદ્યકારી એક કામને જીતવા તે મુશ્કેલ છે. જેણે કામને જીત્યા તેણે સ જીત્યુ છે. જે આ દુર્લભ માનવભવ પામીને સ્વાત્મશુદ્ધિ કરવા મન, વચન અને કાયાના નિગ્રહ નહિ કરતાં કેવળ પચેંદ્રિયના વિષયસુખમાં જ નિમગ્ન રહી પેાતાના આત્માને રાગદ્વેષાદ્ધિક વિકારવડે ઊલટા મલિન કરે છે તે સદભાગી જનેા પેાતાના જ ગળા ઉપર કરવત ફેરવે છે. જેથી જીવ અમૃત સમાન ધર્માંને વિષવત માની ઉવેખે છે. અને વિષ જેવા વિષમ વિષયભાગને અમૃત જેવા લેખી આદરે છે, તેથી જણાય છે કે તે અંધ બની ગયા છે અથવા તેણે ધતુરા પીધેા છે અથવા સન્નિપાતથી તેની ડાગળી ખસી ગઇ છે. તે જ્ઞાન, વિજ્ઞાન કે ગુણાંખર શા કામના કે વિષમ એવા વિષયભાગમાં રાચી અંતે નરકાશ્મિના દુ:ખ સહન કરવા પડે ? તેથી શાસ્ત્રકારે યુક્ત જ કહ્યું છે કે—“ જે જીવ રચમાત્ર વિષયસુખને માટે મનુષ્યપણું હારી જાય છે તે ભસ્મને માટે ગેાશીષ ચદનને ખાળે છે, છાગને માટે એરાવણુ હાથીને વેચે છે અને કલ્પવૃક્ષને ઉખેડી એરડા વાવે છે, અર્થાત્ આ અમૂલ્ય મનુષ્યભવ એવી રીતે એળે ગુમાવવા માટે નથી.” વળી જીવિતનું અસ્થિરપણું, આયુષનું પરિમિતપણું અને મેાક્ષસુખનું અક્ષયપણું જાણીને વિષમ એવા વિષયભાગથી વિરમવું:જ જોઇએ. મુમુક્ષુ જનાને જેવી પાંચ ઇંદ્રિયા દુય છે તેવી બીજી કાઇ વસ્તુ સકલ જગતમાં દુય નથી.
આ જગતમાં થયેલા એક જ વીર એવા શ્રી વીરપ્રભુએ ફરમાવ્યું છે કે—મુમુક્ષુ જનાએ નિર્મળ જ્ઞાન વૈરાગ્યથી મનને