________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૪૧] સ્થિર કરી પાંચે ઈદ્રિયોને કબજે કરવી અને જેમ જ્ઞાન વૈરાગ્યાદિક ઉત્તમ ગુણેની પુષ્ટિ થાય તેમ અનુકૂળ પ્રયત્ન સેવવો. એવા પ્રકારની પરમ હિતકારી શ્રી વિરપરમાત્માની આપેલી શિક્ષાનો અનાદર કરી જે મંદભાગી જને આપમતિથી અવળા ચાલે છે તે ક્ષણિક એવા વિષયસુખમાં મૂંઝાઈ મહાવ્યથાને પામે છે અને અમૃત સમાન જ્ઞાનાદિકના ઉત્તમ લાભથી સદા બેનશીબ રહે છે. તે જ વાત ગ્રંથકાર જણાવે છે. ૫
જે પાંચે ઇંદ્રિયે પિતાને પૂર્વ પુણ્યોગે સાંપડી છે તેને દુર્લભ માનવભવ પામીને કે સદુપયેાગ કરે જોઈએ તે સમ્યગ જ્ઞાનના અભાવે નહિ જાણનારા અને મિથ્યા મેહ (અજ્ઞાન) વેગે ઊલટે તેને દુરુપયોગ કરનારા જડ લેકે જેમ જેમ ઉપસ્થિત થયેલા ઇન્દ્રિયના વિષયેમાં રતિ (પ્રીતિ)વડે પ્રવૃત્તિ કરે છે તેમ તેમ સંતેષ પામવાને બદલે વિષયતૃષ્ણા વધતી જ જાય છે. જેમ જેમ તૃષ્ણ વધતી જાય છે તેમ તેમ મૂઢ આત્મા વિષયસુખમાં વધારે વધારે મૂંઝાઈ તે ક્ષણિક વિષયસુખ મેળવવા માટે અધિક પ્રયત્ન કરે છે અને એ પ્રકારે વિષયસુખમાં જ આસક્ત બની પિતાની બધી જિંદગી બરબાદ કરે છે. તેમ છતાં પરિણમે સંતેષ વિના સુખ પામી શકતો નથી અને દુઃખ તો તેમાં ડગલે ડગલે અનુભવવાં પડે છે, તે પણ મૂઢ જીવે તે મધલાળ તજી શક્તા નથી. અલ્પ માત્રા કપિત સુખને માટે મૂઢ પ્રાણીઓ અનલપ સુખ હારી જાય છે. સંતોષવંતને જે સુખ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે તેને વિષયાંધ જીવને ગંધ સરખો પણ આવતું નથી ત્યારે સંતોષી જીવ પિતાને ચક્રવત્તી કરતાં પણ અધિક સુખી લેખે