________________
લેખ સંગ્રહ: ૬ :
[ ૩૩૯ ] તો પણ તે પરઆશા તજતા નથી. પરસ્પૃહા સમાન કેઈ દુ:ખ નથી અને નિઃસ્પૃહતા સમાન કોઈ સુખ નથી. એ સુખદુઃખનું સંક્ષેપથી સ્વરૂપ કહ્યું છે. આવા હિતવચનથી ગુરુમહારાજ ભવ્ય જીવને બંધ આપે છે અને કહે છે કે-એકાંત અહિતકારી પર આશા તજી સ્વાધીને એવું જ્ઞાનામૃતનું જ સેવન કરવું શ્રેયકારી છે. જ્ઞાનામૃતનું પાન કર્યા વિના પરસ્પૃહા મટવાની નથી. જ્ઞાનામૃતનું સેવન કરી જેણે પરસ્પૃહા તજી દીધી છે તેને અનુભવરસની-શાંતરસની ખરી ખુમારી જાગે છે અને તે અમારી કદાપિ ઉતરતી નથી. જેને ખરી ખુમારી જાગી છે તે જેમ સ્વાનુભવરસની પુષ્ટિ થાય તેમ તન, મન તથા વચનને સદુપયોગ કરે છે, તેને કંઈ પણ દુરુપયોગ કરતા જ નથી. છેવટ સર્વ પૃહાને તજી કેવળ નિ:સ્પૃહપણે સર્વથા સ્વપરહિત કરવા ઉજમાળ રહે છે. જે ત્રિકરણશુદ્ધિથી જગન્માત્રનું હિત કરી શકે છે તે નખથી શીખ સુધી સ્વાનુભવરસમાં મગ્ન રહે છે, મતલબ કે સરુના હિતવચનને આદર કરી પરસ્પૃહાને વિષવતુ લેખી જે તજે છે અને અમૃત સમાન અનુભવજ્ઞાનને જે અભ્યાસ કરે છે તે સર્વ વિષયવિકારને ટાળી સહજ સમાધિસુખને પ્રાપ્ત કરે છે.
“જે માણસ મરણાંતે પણ દિન વચન બોલતા નથી તે પણ નેહરાગથી ઘેલા બની સ્ત્રીઓ પાસે બાળચેષ્ટા કરે છે. ઇંદ્ર પણ જેનું માન ખંડી શકે નહિ તેવા માણસોને પણ સ્ત્રીઓએ પોતાના દાસ બનાવ્યા છે. ” જેમ અગ્નિ પાસે સ્વભાવે જ મીણ ઓગળી જાય છે તેમ સ્ત્રીના સંસર્ગથી– પરિચયથી માણસનું મન દ્રવીભૂત થઈ કામાતુર બની જાય છે.