________________
[૩૩૮ ]
શ્રી કરવિજયજી પીળીઓ [કમળ] થઈ જવાથી સર્વત્ર પીળું પીળું જ દેખાય છે તેમ મિથ્યાત્વમેહથી પરવશ થયેલા વિષયાસક્ત જીવ પણ જ્યાં ત્યાં તેનું જ દેખે છે અને તે લેવાને વિવેકવિકળ બની દિવાનાની પેઠે દેડે છે. પોતાની જ પાસે સારી વસ્તુ છે તેનું તેને ભાન પણ નથી, તે તેને માટે આદર તે હેય જ શાને ? જ્યાં સુધી મોહની ખુમારી ચઢી હોય છે ત્યાં સુધી આવી જ દુર્દશા બને છે. જ્યારે મેહનું જોર નરમ પડે છે ત્યારે વિષયાસક્તિ ઘટે છે અને ભાગ્યયોગે સમાગમ મળે છે ત્યારે જ સદગુરુ તેને સદુપદેશવડે પારકી આશા તજવા અને પોતાને સ્વાધીન એવું જ્ઞાનામૃત પીવા બેધ આપે છે – આશા ઓરનકી ક્યા કીજે, અવધુ! જ્ઞાન સુધારસ પીજે. આશા ભટકે દ્વાર દ્વારા લોકનકે, કૂકર આશા ધારી; આતમ અનુભવ રસકે રસીઆ, ઉતરે ન કબહુ ખુમારી. આશાવેલ આશાદાસીકે જે જાયે, તે જન જનકે દાસ; આશાદાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. આશાવર મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તનભાઠી અટવાઈ પીએ તસ, જાગે અનુભવ લાલી. આશા૩ અગમપીઆલા પીઓ મતવાલા, ચીન્હી અધ્યાતમ વાસ; આનંદઘન ચેતન વહી ખેલે, દેખે લેક તમાસા. આશા૦૪
એ મહાપુરુષ જણાવે છે કે પારકી આશા વિષયતૃષ્ણાપરપૃહા વિષ જેવી દુઃખદાયી છે. વિષયરસના આશી જને કૂકર(કૂતરા)ની પેઠે ઠામ ઠામ ભટકી વિષયની ભિક્ષા માગે છે, ઠેકાણે ઠેકાણે અપમાન પામે છે, વિવિધ પ્રકારનાં કષ્ટ સહે છે,