________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩૫] તેમાંથી મુક્ત થઈ શક્તા નથી. સમર્થ એવા જ્ઞાની પુરુષના હસ્તાવલંબનની તેમને અવશ્ય જરૂર રહે છે. તે - પાશવ અને પંજરવડે ચૈપગા જાનવર અને પંખીઓ બંધાય છે તેમ યુવતીરૂપ પાંજરામાં પૂરાયેલા પુરુષો કલેશને પામે છે. યુવતીજનની સાથે સંસર્ગ કરનાર દુ:ખ વહારી લે છે, કેમ કે બિલાડી સાથે સંગ કરતાં મૂષકને સુખ હોઈ શકે જ નહિ. હરિ, હર, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિકસ્વામી વિગેરે લોકિક દેએ પણ સ્ત્રીઓનું દાસત્વ કર્યું છે, માટે વિષયતૃષ્ણને ધિક્કાર છે. “સ્ત્રી સંબંધી વિષયસુખમાં આસક્ત થયેલા મૂઢજનો શીત, તાપાદિક સહન કરે છે, વિવેકશન્ય થઈ એલચીપુત્રની પેઠે સ્વજાતિને તજી દે છે અને રાવણની પેઠે સ્વજીવિતને પણ તજે છે. ” વિષયતૃષ્ણાને વશ થઈને જીવ એવા પ્રચ્છન્ન પાપ કરે છે કે જે તેમને પ્રગટ કરવા બહુ મુશ્કેલ પડે છે અને જીવિત પર્યત શલ્યની પેઠે સાલે છે.
સર્વ હિતશિક્ષાનો સાર એ છે કે, સુજ્ઞ જનેએ સંતોષવૃત્તિ ધારી, તપસંયમનું યથાશક્તિ સેવન કરી, વિષયતૃષ્ણાને તજવા પ્રયત્ન કરે જોઈએ. એમ કરવાથી જ સહજ સુખ પ્રાપ્ત થઈ શકશે અને અંતે પરમપિત થશે. મન તથા ઇંદ્રિયોને નિગ્રહ કર્યાથી જ પરમશ્રેય પ્રાપ્ત થઈ શકે છે. કહ્યું પણ છે કે
मनमरणेंदियमरणं, इंदियमरणेण मरंति कम्माई । कम्ममरणेण मुक्खो, तम्हा मणमारणं पवरं ॥
અર્થાત્ મનને મારવાથી ઇદ્રિ સહેજે શાંત થાય છે, ઇઢિયે શાંત થઈ જવાથી રાગદ્વેષાદિક ભાવકમ તથા મોહ