________________
[૩૩૪]
શ્રી કરવિજયજી વિષયવાસનાને નિર્મૂળ કરવા પ્રયત્ન કરવો જોઈએ. વિષયવાસના જ્યાં સુધી નિર્મૂળ કરી નથી ત્યાં સુધી વિરક્ત સાધુઓને પણ નિશ્ચિત રહેવા જેવું નથી, કેમ કે કંઈક છળ પામીને મહિના સુભટે તેમને પણ વિષયપાશમાં પાડી નાખે છે, માટે આ જ પ્રમાદ તજી સાવધાનપણે વિષયવાસના નિર્મૂળ કરવા તપસંયમનું સેવન કરી શુદ્ધ અહિંસકભાવને પિષી આત્માને સ્વસ્વભાવમાં જ રમાડવો યોગ્ય છે, પણ હવશ વિરુદ્ધપણે વતી વિષયવિકારથી કેવળ આત્માને મલિન કરાય છે, તેથી જ જ્ઞાની પુરુષ વિષયવાસનાને તજવા-નિર્મૂળ કરવા ભાર મૂકીને કહે છે તે આત્માથી જનેએ અવશ્ય લક્ષમાં રાખી પરિશીલન કરવા ગ્ય છે. જે સંયમમાં ખરેખરા દઢ છે તે મહાનુભાવો જ વિષયવાસનાને નિર્મૂળ કરી શકે છે, અને જે સ્વસંયમમાં દઢ રહી વિષયવાસનાને નિમૅલ કરે છે તે સંતજને જે સહજસુખને અનુભવ કરે છે તે ખરેખર નિરવધિ છે. કહ્યું છે કે “સર્વ ઉપાધિથી સર્વથા છુટેલા, રાગદ્વેષાદિક તાપથી મુક્ત થયેલા અને પ્રશાંત ચિત્તવાળા મહાનુભાવે જે નિરુપાધિક સુખ પામે છે તેવું સુખ ચક્રવતી પણ પ્રાપ્ત કરી શકતા નથી. રાગ, દ્વેષ અને મોહવિકારથી સર્વથા મુક્ત થયેલા વીતરાગી પુરુષ જે સુખ પામે છે તે તેઓ જ જાણે છે, અન્ય કઈ તે જાણી શકતું નથી; કેમકે વિઝામાં જ મગ્ન રહેનાર ભૂંડ સુરલોકના સુખને શી રીતે જાણી શકે ?” - જે જી કામાંધ છે તે નિઃશંકપણે વિષયસુખમાં જ રમે છે, અને જે જિનવચનમાં રક્ત છે તે ભાવભીરુ જને તેથી વિરમે છે. જેમ ખેળમાં પડેલી માખી પોતે પોતાને મુક્ત કરવા સમર્થ થઈ શકતી નથી, તેમ વિષયરસમાં ડૂબેલા માણસો પણ