________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૩૩] સુખને માટે મિથ્યા દોડાદોડ ન કર. તારા આત્મામાં જ સહજ અનંત સુખ ભર્યું છે તેની તું સ્થિરતાથી પ્રતીતિ કર અને તેની જ ગવેષણ કર. ખરી શ્રદ્ધાથી આત્માના સહજ સુખની ગવેષણું કરતાં તે તને તારા આત્મામાંથી જ મળી શકશે, પરંતુ તેને માટે સદ્ગુરુ જે જે શુભ આલંબન સેવવાના કહે તેનું તું સાદર સેવન કર, અને જે જે પ્રમાદાચરણ તજવાનું કહે તે તું તરત તજી દે. શુભ આલંબન સેવ્યા વિના અને પ્રમાદાચરણ તજ્યા વિના તું કદાપિ સાચું સહજ નિરુપાધિક સુખ મેળવી શકીશ નહિં, માટે મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિકથાદિક પ્રમાદને દૂર તજી અહિંસા, સંયમ અને તપ લક્ષણ શુદ્ધ ધર્મનું આલંબન લે. એ અનુપમ ધર્મને પ્રમાદ રહિત સેવવાથી પૂર્વે અનંતા જીવો સહજ નિરુપાધિક અખંડ સુખને પામ્યાં છે, વર્તમાન કાળે પામે છે અને ભવિષ્ય કાળમાં પામશે. જે જે મહાનુભાવો તીર્થકરપદવીને પામ્યા યાવત્ સકળ કર્મને ક્ષય કરી મોક્ષપદવીને પામ્યા તે સર્વે શુદ્ધ ધર્મના પ્રભાવે પામ્યા છે.” સદ્દગુરુની એવી શિક્ષા સાંભળી કઈક ભવ્ય અને વિષયસુખથી વિરક્ત થઈ વિષયને વિષવત્ લેખી સ્વહિત સાધવા ઉજમાળ થાય છે ત્યારે કેટલાક પ્રમાદગ્રસ્ત અને વિષયરસમાં મૂંઝાયાથી તેને જ સાર સમજી, સદગુરુની પણ હિતશિક્ષાને અવગણું વિષયસુખમાં જ મગ્ન થઈ રહે છે. કેટલાક ભવભીરુ જને વિદ્યમાન ભેગને તજી દે છે, ત્યારે કેટલાક ભવાભિનંદી અને અછતા ભેગની પણ અભિલાષા રાખે છે અને તેને માટે તન-મન તોડી નાખે છે. જ્યાં સુધી વિષયવાસના પ્રબળ છે ગમે તેટલા હઠથી તેને દાબી દીધા છતાં તદનુકૂળ ત્યાં સુધી સંગે મળતાં તે તરત જાગૃત થઈ જાય છે, માટે જેમ બને તેમ