________________
[૩૩૨ ]
- શ્રી કરવિજયજી વાસના જ બની બની રહે છે, અને જિંદગી પર્યત અભ્યાસેલી એવી ખોટી વાસના ભવાંતરમાં પણ અવશ્ય ઉદયમાં આવે છે, ત્યારે પણ એવી જ ખાટી પ્રવૃત્તિમાં પિતાને કાળક્ષેપ તથા વિર્યલય કરી કેવળ દુખની પરંપરાને જ અનુભવે છે, અને એમ સ્વેચ્છાચારથી કરેલાં અશુભ કર્મ, વડના બીજની પિઠે બહુ પ્રકારે ફળે છે. વિષયસુખને આ કટુક વિપાક જાણી સુજ્ઞજને એ જરૂર સંતેષ ગુણ ધારે ઘટે છે, અન્યથા સ્વેચ્છાચારીપણે વિષયાંધ બની ચાલતાં તેના માઠા વિપાક ભેગવવાના કડવા પ્રસંગે અનેક વાર અનુભવવા પડશે. ૩
ભવવાસથી વિમુખ થયેલા સાધુજનોએ પણ વિષયવિકારથી કેટલું બધું સાવચેત રહેવાની જરૂર છે તે શાસ્ત્રકાર પિતે જ જણાવે છે કે-વિષયાસક્તિથી જ રાગ, દ્વેષ અને મહાદિકની ઉત્પત્તિ થાય છે, રાગદ્વેષાદિક વિકારથી જ અષ્ટવિધ કમની રચના થાય છે અને એ અષ્ટવિધ કર્મના મેગે જીવને સંસારમાં જન્મમરણાદિક દુઃખ સહેવા પડે છે, તેમ છતાં જીવ વિષયાસક્તિ તજી દેતા નથી. વિષયરસ ચાખવાને જીવને અનાદિ કાળને અભ્યાસ છે અને તેથી પરિણામે જે કે જીવને અનંતા દુઃખ સહેવા પડે છે તો પણ “મધુબિંદના ઈચ્છક ની જેમ તે વિષયરસ તજી શકતું નથી. મધુબિંદુનું દષ્ટાંત પ્રસિદ્ધ છે અને તે પરિશિષ્ટ પર્વમાં વિસ્તારથી ઉપનય સાથે બતાવેલું છે. સદ્દગુરુ સંસારી જીવને તુચ્છ વિષયરસ તજવા ઉપદિશે છે અને સમજાવે છે કે “હે ભદ્ર! વિષયસુખથી વિમુખ થઈ વિષયની પરાધીનતા તજી તું તારા આત્માને ઓળખ. કસ્તુરીયા મૃગલાની જેમ