________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૩૧] સંતેષ ગુણ સદા સેવ્ય છે. સંતોષવૃત્તિને સેવવાવાળા સંતપુરુષે વિવિધ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે, વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવી શકે છે અને અસાધ્ય વસ્તુને પણ સાધ્ય કરી શકે છે. તેથી જ તેવા સંતેષશીલ સદ્ગુરુઓ સાક્ષાત્ કલ્પવૃક્ષની પેઠે સેવાય છે. સંત સુગુરુઓ સ્વાશ્રિત જનેને અભિનવ શીતળતા આપે છે, તેમના ત્રિવિધ તાપને દૂર કરે છે, સાધ અંજનવડે તેમની આંતરચક્ષુ ઊઘાડી નાખે છે, અભિનવ જ્ઞાનામૃતનું પાન કરાવે છે, નિર્મળ શ્રદ્ધાશુદ્ધિ પ્રગટાવે છે અને શુદ્ધ ચારિત્ર ફળ ચખાડે છે. એમ સદ્દગુરુએ અનેકધા ઉપગાર કરે છે. શ્રી ગુરુમહારાજની ઉત્તમ આજ્ઞાને યથાર્થ અનુસરવામાં આવે તે શાંતિ ગુણ પ્રાપ્ત થતાં સહજ સંતેષ પ્રગટે છે. સદ્દગુણાનુરાગી સહજ સંતેષી આત્માથી સજજને સદ્દગુરુઓ દ્વારા સહેજે ઉત્તમ અનુગ્રહ પ્રાપ્ત કરી શકે છે ત્યારે લેભાતુર એવા ભવાભિનંદી જીવે તેવા અનુગ્રહથી સદા બનશીબ જ રહે છે, ભવાભિનંદીજીને તે વિષયવાસના જ પ્રબળપણે જાગતી રહે છે, તેથી જ્યાંથી ત્યાંથી પણ તે બાપડા, વિષયસુખ કે તેનાં સાધનની જ ગવેષણ કરે છે, અને તેમાં જ આનંદ માને છે. જેમ જેમ તેવાં સાધન પ્રાપ્ત થતાં જાય છે તેમ તેમ અધિકની ઈચ્છા પ્રદીપ્ત થતી જાય છે, અને તેમાં જ પિતાનું સર્વસ્વ માની તે મેળવવા મહેનત કરે છે. આવી રીતે વધતી જતી તેમની ઈચ્છાઓને આકાશની પેઠે કદાપિ અંત આવતું નથી. એવા ભવાભિનંદી પ્રાણુઓની તૃણુ કદાપિ છીપતી નથી તેથી નિવૃત્તિનું જે શાંતિસુખ આત્માથી જને સહેજે મેળવી શકે છે તે તેમને મિથ્યા પ્રવૃત્તિના પ્રબળ વેગમાં કદાપિ મળી શકતું નથી. ભવાભિનંદી જીવોને દિનરાત ખોટી