________________
[ ૩૩૦ ]
શ્રી કરવિજયજી ગણાય છે. યતઃ વિધાસ્ત ક્ષતિ વિચિત્તે જેવાં વેતાંતિ તાવ ધી: મતલબ કે વિષયવિકાર પેદા થાય એવાં કારણ સમીપે છતાં જેમનાં મન અવિકૃત (અવિકારી) રહે છે તે જ ખરેખરા ધીરપુરુષ છે. અંતરમાં સંતેષને ઉદય થયા વિના વિષયતૃષ્ણ કદાપિ શમતી નથી. સંતેષવૃત્તિ અમૃતવૃષ્ટિ સમાન છે. તેનાવડે વિષયાગ્નિથી ઉત્પન્ન થતી અને અનુકૂળ સંગે વૃદ્ધિ પામતી તૃષ્ણારૂપી વાલા શમી જાય છે. સંતોષવૃત્તિ વિના કદાપિ તૃષ્ણાને છેદ થઈ શકતું નથી. સંતોષવૃત્તિના અભાવે તે દિનપ્રતિદિન વધતી જ જાય છે, એમ વિચારી સુજ્ઞ જજોએ વિષયતૃષ્ણાને છેદવા જરૂર સંતોષવૃત્તિ ધારણ કરવી. કહ્યું છે કે arr vો કાયિા તૃષ્ણા સમાન દુનિયામાં કોઈ બળવાન વ્યાધિ નથી. તૃષ્ણા જ સર્વ વ્યાધિનું મૂળ કારણ છે. તૃષ્ણાથી જ આંતરદુઃખ યા વ્યાધિ ઉત્પન્ન થાય છે અને એ પ્રકારે થતી. આધિવડે વિવિધ જાતની વ્યાધિ સંપજે છે. એવી રીતે અનેક તરેહની આધિવ્યાધિનું ઉપાદાન કારણ તૃષ્ણા જ કહી શકાય. છે. તૃષ્ણાવડે ચિત્તમાં જે ક્ષોભ યા ચિંતા ઉપજે છે તે બળતી ચિતાની પેઠે માણસના માંસ-હાડ સુદ્ધાં બાળી ખાખ કરી નાખે છે. એવી રીતે સંતાપકારી તૃષ્ણાને શમાવવાને ખરે ઉપાય સંતેષ છે. સંતેષરૂપ અમૃતવૃષ્ટિથી તૃષ્ણારૂપી જવાલાથી વૃદ્ધિ પામતે વિષયાગ્નિ શાંત થઈ જાય છે અને આત્મામાં અભિનવ શાંતિ–સમાધિ પ્રસરી રહે છે. સહજ શાંતિ યા સમાધિનું સુખ અનુભવગમ્ય છે, વચનવડે અગોચર છે, વિષયતૃષ્ણ તજી સહજ સંતેષવૃત્તિ ધારવાથી તે અનુભવી શકાય તેવું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ન તોષાતા સુર્યમ્ સંતોષ ઉપરાંત કે અધિક સુખ છે જ નહીં. તેથી સદ્વિવેકી જનાઓ