________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૨૯] જ કહ્યું છે કે-“ઘુતમ દંત્યેવ ના ”કામદેવ મુએલાને પણ મારે છે. કામલેગની કામનાથી પુષ્ટ થતી તૃષ્ણાદેવી જીવતા નરપશુઓને ભેગ લે છે. જેમ જેમ તૃષ્ણાદેવીને તર્પણ કરવામાં આવે છે તેમ તેમ વિષયાગ્નિ પ્રદીપ્ત થતો જાય છે, અને તેની વિકારવાળા વધતી જ જાય છે. તે એટલે સુધી વધે છે કે–તેથી પોતાની માતા, ભગિની કે પુત્રીને પણ ભેગવવામાં નાસ્તિક મતિની જેમ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ લેખવામાં આવતું નથી. કામાગ્નિની આવી દુર્નિવાર સ્થિતિનું દષ્ટાંતદ્વારા સમર્થન કરી શાસ્ત્રકાર સંતોષવૃત્તિ ધારણ કરવા ઉપદિશે છે. ૨ - જેમ લવણસમુદ્રમાં હજારો નદીઓ આવીને મળે છે તો પણ તે તૃપ્ત થતો નથી અને અગ્નિમાં ગમે તેટલાં તૃણકાષ્ટાદિક હોમે તે પણ તે તૃપ્ત થતું નથી તેમ વિષયાસક્ત જીવ પણ કામગથી કદાપિ તૃપ્ત થતું નથી. એટલું જ નહિ પણ અધિકાધિક કામગની ઈચ્છા કરે છે અને પરિણામે લલિતાંગકુમારની પેઠે વિડંબના પાત્ર થાય છે. લલિતાંગકુમારનું ચરિત્ર જાણવાની ઈચ્છા હોય તેણે કળિકાળસર્વજ્ઞ બિરુદ ધારી શ્રીમદ્દ હેમચંદ્રસૂરિકૃત પરિશિષ્ટ પર્વ જેવું. .. | દિવ્ય એવા વિષયભેગમાં આસક્ત બની પ્રમાદવશ પતિત થયેલા પ્રાણુઓને નરકાદિકની મહાવ્યથાઓ ભેગવવી પડે છે. જેમ અગ્નિને મીણ અને માખણ ઓગળી જાય છે તેમ રમણના રૂપ, લાવણ્ય અને હાવભાવથી માણસોનાં મન દ્રવી જાય છે–ગમે તેવા શૂરવીર પણ રમણીના વિકાસમાં સપડાઈ જાય છે. જેમણે પોતાના મનને અને ઇન્દ્રિયોને સારી રીતે જીતી લીધાં છે તે જ તેથી ડગતા નથી અને તે જ ખરેખરા ધીર વીર