________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૨૧ ]
સત્યાસત્યનુ, હિતાહિતનું કે મૃત્યાકૃત્યનુ યથાર્થ ભાન અને શ્રદ્ધાન થઈ શકે છે. તેમ જ તેવુ ભાન તથા શ્રદ્ધાન ઉત્પન્ન થતાં સત્ય અને હિતકારી મા સ્વકર્ત્તવ્ય સમજીને સેવી શકાય છે, તેમ જ અસત્ય અને અહિતકર મા અક વ્ય. સમજીને ત્યજી શકાય છે; તેથી જ અનુક્રમે નિવૃત્તિપદ પ્રાપ્ત થઇ શકે છે. જ્યાંસુધી મેાહનું જોર ઉત્કટ હાય છે ત્યાંસુધી તત્ત્વમાર્ગ યથાર્થ જાણી કે આદરી શકાતા નથી, પરંતુ જ્યારે માહનું જોર ઘટે છે અને આત્મા પેતે વિષયકષાયાદિ પ્રમાદ તજી સમાગમના લાભ મેળવે છે ત્યારે તેને તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં સદ્વિવેકયેાગે પેાતાની અનાદિની ભૂલ સમજાય છે. અને તે ભૂલ સુધારવા બનતા પ્રયત્ન કરે છે. જેમ જેમ જીવ સ્વકર્તવ્ય સમજી સન્માર્ગે ચઢે છે તેમ તેમ નિર્મળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રવડે તે સહજસ્વભાવમાં સ્થિરતા પામે છે. જેમ જેમ આત્માના સહજસ્વભાવમાં સ્થિર થવાય છે તેમ તેમ મનની ચપળતા-અસ્થિરતા દૂર થતી જાય છે, અને અનુક્રમે જેમ અમુક ઔષધિના ચેાગે પારા મૂતિ થાય છે તેમ સમતા ચેાગે મન પણ સૂચ્છિત થઈ સ્થિર થઇ જાય છે. આવી રીતે અભ્યાસવડે જેએ મનના નિગ્રહ કરે છે. તેએ અનુક્રમે મન ઉપર મજબૂત કાબૂ મેળવી, સર્વ ઇંદ્રિયાને સ્વવશ કરી, કેવળ આત્મજ્ઞાનાદિક નિજગુણુમાં સ્થિરતા ધારી સ્વસ્વરૂપમાં મગ્ન રહે છે. સર્વ વિભાવના ત્યાગથી જેને સહજસ્વભાવમાં યાને પરમાત્મસ્વરૂપમાં લય લાગી છે તેને કાઈ પણ જાતની પુદ્ગલ-ચેષ્ટા પ્રિય લાગતી જ નથી. એવા મહાનુભાવા જ આત્મિક પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે છે. તેમને સર્વ
૨૧