________________
[ ૩૨૦ ]
શ્રી કપૂરવિજયજી
(७) इन्द्रियपराजयाष्टक.
વિવેચન—શમાષ્ટકમાં જે શમરસનું સુખ વણું બ્યુ તે સુખ અતીન્દ્રિય એટલે ઇંદ્રિયાતીત-ઇંદ્રિયવડે ન પ્રાપ્ત થઇ શકે તેવું અર્થાત્ સહજ સ્વાભાવિક સુખ છે. એવું સહજ સુખ ઇંદ્રિયજન્ય સુખથી વિરક્ત થયેલા ઉદાસીન પુરુષા જ વેદી શકે છે. એટલા માટે ઇંદ્રિયાનું દમન કરવાની જરૂર છે. ઇંદ્રિયેાનુ` દમન કરવાથી આત્માને કેવા અપૂર્વ લાભ મળે છે અને તેને વશ ખની કૃત્યાકૃત્યના વિવેક ભૂલી જવાથી કેટલી બધી હાનિ થાય છે તે ખાખતનું નિરૂપણુ આ ઇંદ્રિયપરાજયાષ્ટકમાં ઉપાધ્યાયજી મહારાજે કરેલું છે. તેનું વિવરણુ શરૂ કરવા પહેલાં સિંહાવલેાકનથી આપણે પાછલા અકાને પૂર્વાપર સંબંધ વિચારી જઇએ.
આપણે ઉપર જોઇ ગયા તેમ ખરું' તાત્ત્વિક સુખ આત્મામાં સહજ સ્વાભાવિક શાંતિ પ્રસરવાથી પ્રાપ્ત થાય છે. શમરસના આસ્વાદ કરનાર અંતરમાં જે સુખને અવગાહી શકે છે તેવુ સુખ ગમે તેવા બાહ્ય ઉપચાર, ષસ ભેાજન, વિશાળ રાજવૈભવ તેમ જ પ્રભૂત ઐશ્વર્ય વડે પ્રાપ્ત થઈ શકતું નથી. ઊલટા તે બાહ્ય ઉપચારાદિકથી થતા કર્તૃત્વઅભિમાન અને રસ, ઋદ્ધિ કે શાતાગારવાદિક વિકારા શમસુખના પ્રતિબંધક થાય છે. તેથી જ પૂર્વ વિશાળ ઐશ્વર્યયુક્ત રાજા-મહા રાજાઓએ તેમ જ શ્રેષ્ઠિત્રએ સહજ શાંતિના અનુભવ કરવા માટે રાજ્યવેભવ વિગેરે તજી શમરસમાં નિમગ્ન થયેલા સંતપુરુષોના આશ્રય કરેલા છે. તત્ત્વજ્ઞાન અને તત્ત્વષ્ટિવડે કરીને