________________
જિતેજિયન યોગ્ય ,
વધાન રહે કષાય,
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૧૯ ] પ્રણીત પંચવિધ આચારમાં કુશળ હોઈ અન્ય એગ્ય જનને ઉક્ત આચારમાં દઢ કરનાર, જિતેન્દ્રિય, નવવિધ બ્રહ્મચર્યની રક્ષા કરનાર, નિષ્કષાય, પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં સદા સાવધાન રહેનાર આચાર્ય ભગવંત ત્રીજા પદે પ્રસિદ્ધ છે.
ભાવાચાર્ય તીર્થકર સમાન કહ્યા છે.” જેમના સમીપે સૂત્ર અભ્યાસ કરનાર શિષ્યો અમૂલ્ય રત્ન જેવા થાય છે, જે સદા પઠન પાઠનમાં તત્પર રહે છે, પથ્થર જેવા જડ શિષ્યોને પણ સૂત્રધારાથી નવપલ્લવ કરે છે અને સાધુસમુદાયને સદા સારણ, વારણાદિક આપવા સાવધાન રહે છે તે ઉપાધ્યાય મહારાજ ચતુર્થ પદને શોભાવે છે. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી ઉજજવળ રત્નત્રયીની રૂડી રીતે આરાધના કરતા, સદુપદેશામૃતનું ભવ્ય જનેને પાન કરાવતા, વીતરાગ વચનાનુસારે સર્વ સદ્દગુણેનું અનુમોદન કરતા અને ઉત્તમ જ્ઞાનધ્યાનને સતત અભ્યાસ કરી શમસામ્રાજ્યને સ્વાધીન કરતા મુનિવરે પંચમ પરમેષ્ઠીપદે પ્રતિષ્ઠિત છે.
આવું અનુપમ શમસામ્રાજ્ય પ્રાપ્ત કરવાની ઉચ અભિલાષા સર્વ કેઈ આત્માથી સજજનેને જાગૃત થાઓ અને તદનુકૂળ આચરણથી એવી ઉચ્ચ અભિલાષા સફળતાને પામે !
| [ જે. ધ. પ્ર. પુ. ૨૧, પૃ. ૨૫૮, ૩૧૨, ૩૨૨]