________________
[ ૩૧૮]
શ્રી કપૂરવિજયજી અપાર મહિમા સૂચવે છે. જેમાં ઉત્તમ લક્ષણવાળા હાથી, ઘોડા સામ્રાજ્યલક્ષ્મીનાં ચિહ્ન છે તેમ નિર્મળ જ્ઞાન અને નિર્મળ ધ્યાન એ મુનિરાજની શમસામ્રાજ્યસંપદાનાં મુખ્ય ચિહ્ન છે.
નિર્મળ જ્ઞાન (અનુભવજ્ઞાન) અને નિર્મળ ધ્યાન(ધર્મધ્યાન તથા શુકલધ્યાન)ના સતત અભ્યાસથી મુનિવર એવું નિષ્કટક શમસામ્રાજ્ય પામે છે કે તેથી તેને ભ્રષ્ટ કરવા ત્રિભુવનમાં કઈ પણ સમર્થ થઈ શકતું નથી. આવું શમસામ્રાજ્ય અરિહંતાદિક પંચપરમેષ્ઠીને પ્રગટપણે પ્રાપ્ત થયેલું હોય છે. પ્રમાદ માત્રને દૂર કરી, પ્રબળ પુરુષાર્થ ધારી–પૂર્વ મહાપુરુષપ્રણીત પંથે પળી, સર્વ બાધકભાવને વારી, અપૂર્વ વિશ્વાસથી અક્ષયસુખની સાધના માટે જે આગળ વધ્યા છે તે પરમ પવિત્ર પંચપરમેષ્ઠીના નામથી પ્રસિદ્ધ છે.
રાગ, દ્વેષ અને મોહાદિક દોષમાત્રનું દલન કરી પરમાત્મપદવી પ્રાપ્ત થયેલા જિનેશ્વર (જિનનાયક, તીર્થંકર) અથવા જિન (સામાન્ય કેવળી) એ પ્રથમ અરિહંત પદથી ઓળખાય છે. તે કેવળજ્ઞાનદર્શનાદિ અનંત ચતુષ્કના સ્વામી હોવાથી વિશ્વવંદ્ય જગદગુરુ એવા પ્રથમ પરમેષ્ઠીપણે પ્રસિદ્ધ છે
પૂર્વોક્ત અરિહંતપ્રત માર્ગને યથાર્થ અનુસરી સકળ ઘાતી અને અઘાતી કર્મમળને સર્વથા નાશ કરી, જે જન્મમરણનાં બંધનથી મુક્ત થઈ, સ્ફટિક રત્ન સદશ આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી, નિરંજન નિરાકાર થઈ, અક્ષય અવ્યાબાધ એવા શાશ્વત(મેક્ષસુખ )ના જોક્તા થયા તે બીજા સિદ્ધપદના નામથી ઓળખાય છે. એ સિદ્ધના ૧૫ ભેદ છે તે અન્યત્ર “જૈન તત્વપ્રવેશિકા માં બતાવેલા છે. અરિહંત