________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૧૭] શકે તેમ નથી, એ વાત આ અષ્ટકનો ઉપસંહાર કરવાપૂર્વક ગ્રંથકર્તા જણાવે છે
આગળ જતાં સવસમૃદ્ધિ અષ્ટકમાં જેમ જણાવ્યું છે તેમ બહિત્તિ માત્રના ત્યાગી એવા આંતર્દષ્ટિ અણગારોના ઘટમાં સર્વ પ્રકારની ઋદ્ધિ સમૃદ્ધિ સ્કુટ માલુમ પડે છે. ઇંદ્રની સાહ્યબી, ચક્રવર્તીની સાહ્યબી, નાગેન્દ્રની સાહાબી, હરિ, હર, બ્રહ્માની સાહાબી તેમની પાસે કંઈ હિસાબમાં નથી. તીર્થકર ભગવાનની અદ્ધિ પણ તેવા મુનિવરને સુલભ છે. એ સર્વ ઋદ્ધિસિદ્ધિ શી રીતે સાંપડે છે? તેનું સમાધાન ગ્રંથકારે સર્વસમૃદ્ધિ અષ્ટકમાં સારી રીતે કરેલું છે. ઈંદ્રની ત્રાદ્ધિ મુનિની સાહાબી આગળ પાણી ભરે છે એમ ગ્રંથકારે અન્ય સ્થળે પણ જણાવ્યું છે. ત્યાં લખ્યું છે કેज्ञान विमान चारित्र पवि, नंदन सहज समाध । મુનિ પુરપતિ રમતા રાવી, તો તમે મધના (સમાધિતંત્ર)
મુનિરાજને જ્ઞાનરૂપી વિશાળ વિમાન છે, ચારિત્રરૂપી વજાદંડ છે, સહજ સમાધિરૂપી નંદન વન છે અને સમતારૂપી ઈંદ્રાણું છે, એવા અણુગારને ઇંદ્ર કરતાં કંઈ પણ ન્યૂનતા નથી.
નિઃસ્પૃહતા અષ્ટકમાં કહ્યું છે કે પારકી પૃહા જેવું દુઃખ નથી અને નિઃસ્પૃહતા જેવું સુખ નથી. “આવી નિઃસ્પૃહતાથી જ મુનિવરને ચકવત્તી કરતાં પણ અધિક સુખ છે.”
નિ:સ્પૃહીને કેઈની પરવા નથી.” “નિર્મળ ચારિત્રવંતને કશે ભય નથી. ” “એવા જ્ઞાની અને નિઃસ્પૃહી મુનિને અહીં જ મોક્ષ છે.” આ સર્વ સુવર્ણ વચને મુનિને-મુનિના સદ્દગુણને