________________
[૩૧૬ ]
શ્રી કર્પરવિજયજી પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહરા દરિસણે હું તર્યો, મુજ સિધ્ધાં સવિ કામરે. શાંતિવીર અહ આહ હું મુજને કહું, ન મુજ નમે મુજ રે; અમિત ફલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે શાંતિ-૧૩ શાન્તિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે; આગમમાંહિ વિસ્તર ઘણે કહો શાંતિજિન ભૂપ રે. શાંતિ-૧૪ શાતિ સ્વરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદઘન પદ પામશે, તે લહેશે બહુમાન રે. શાંતિ૦૧૫
કેવો અદ્ભુત પરમાર્થવાળો બોધ આ સ્તવનથી સહદયને પ્રાપ્ત થઈ શકે છે? આને સારાંશ એ છે કે સહજ આધ્યાત્મિક શાન્તિનું સ્વરૂપ સદ્ગુરુ સમીપે યથાર્થ સમજી, નિરધારી તેવા જ પવિત્ર લક્ષથી તેવી આધ્યાત્મિક શક્તિ મેળવવા પ્રયત્ન કરે એ સર્વ કેઈ આત્માથી સજજનેનું મુખ્ય કર્તવ્ય છે. સર્વજ્ઞ સર્વદશી તીર્થંકર ભગવાને આત્માથી જીવના હિતને માટે જે સદુપદેશ આપે છે તે શ્રી ગણધરોએ સૂત્રમાં ગુંફિત કરેલો છે. તદનુસારે ઉત્તમ ચારિત્રનું સેવન કરી સમતારસમાં નિમગ્ન થયેલા મહાશાએ આપણું કલ્યાણાર્થે નિઃસ્વાર્થ પણે જે અથાગ પરિશ્રમ ઉઠાવી આપણને અપૂર્વ જ્ઞાનરૂપી અમૃતમય પ્રસાદી આપી છે કે જે આપણે કૃતજ્ઞ બની પ્રસન્ન ચિત્તથી ચાખીએ તે આપણને પણ તેવા જ ઉત્તમ શમામૃતના પ્રભાવથી રાગદ્વેષાદિક દુષ્ટ વિકારે સંતાપી શકે નહિં. ૭
રાગદ્વેષાદિક વિષ—વિકારને ટાળવા સમર્થ એવા શમામૃતનું સદા સેવન કરવાથી જેમનામાં અપૂર્વ શાંતિ પ્રગટી રહી છે એવા મહાત્મા–મુનિવરોની હેડ કરવા કોઈ સમર્થ થઈ