________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૧૩] દ્વેષાદિક દુષ્ટ વિકારે કદાપિ સંતાપી શકતા નથી, એ વાત સ્પષ્ટ જણાવતા થકા ગ્રંથકાર કહે છે –
જે રાગદ્વેષાદિક દુષ્ટ વિકારો જગત માત્રને સંતાપે છે, જેમની પાસે કોઈનું પણ જોર ચાલતું નથી, હરિ, હર, બ્રહ્માદિકને પણ જે નવ નવ રૂપે નચાવે છે, ઇંદ્ર, ચંદ્ર, નાગેંદ્ર જેવા પણ જેની પાસે રાંક બની જાય છે, મેટા મેટા મહર્ષિ મહાત્માઓ પણ જેના પાસમાં સપડાઈ દુઃખી દુઃખી થઈ જાય છે તે રાગ અને દ્વેષરૂપ મહાવિકારની–મેહની પ્રબળતાથી જ થાય છે.
શાસ્ત્રમાં રાગને કેશરીસિંહની અને શ્રેષને ગજેન્દ્રની ઉપમા આપવામાં આવેલ છે. ખરું જોતાં તે તેથી પણ રાગ દ્વેષ બંને વધારે જોરાવર છે. વજીની શૃંખલા કરતાં પણ રાગબંધ વધારે વિષમ કહ્યો છે. વિકરાળ કાળા નાગ કરતાં પણ રાગદ્વેષનું વિષ આરું છે. વિકરાળ નાગના દંશથી તો પ્રાણ એક જ વખત દ્રવ્યપ્રાણથી મુક્ત થાય છે ત્યારે રાગદ્વેષના દંશથી પોતાના ભાવપ્રાણને પણ ખવે છે અને અનેક ભવોમાં જન્મમરણનાં દુઃખ પામે છે. આવા રાગદ્વેષના વિકારોથી મુક્ત થવા સંતપુરુષે જ સમર્થ થઈ શકે છે. જેમ અમૃત, વિષનું પ્રતિપક્ષી છે અને અમૃતસિંચનથી વિષવિકાર નાશ પામે છે, તેમ સમતા એક એવું અદ્વિતીય અમૃત છે કે તેના સિંચનથી રાગદ્વેષાદિક પ્રબળ વિકારો સ્વતઃ શાન્ત થઈ જાય છે. સદ્વિવેકાગે સમતા અમૃતનું સેવન કરી રાગદ્વેષાદિક વિકારે ઉપમાવવા ગ્રંથકારે સમતાશતકમાં કહ્યું છે કે –
ભે ભવ્ય જનો! રાગદ્વેષરૂપી સર્પનું વિષ ઉતારવા તમે